Discussion Forum SMC
01-12-2014 : શાળા નિયમિત રીતે ચાલે છે કે નહી તે બાબતનું ધ્યાન રાખવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ?
તારણ:
- સોમવારથી શુક્રવાર દરરોજ આઠ કલાક અને શનિવારે પાંચ કલાક શાળા ચાલુ રહે છે કે નહી.
- બધાજ શિક્ષકો શાળામાં નિયમિત આવે છે કે નહી.
- શાળામાં બાળકો પ્રત્યે કોઇપણ પ્રકારનો ભેદભાવ ન થાય તે બાબત ધ્યાનમાં લેવી.
- ધોરણ ૧ થી ૫માં દરરોજ ચાર કલાક અને ધોરણ ૬ થી ૮માં દરરોજ પાંચ કલાક નિયમિત રીતે વર્ગકાર્ય થાય છે કે નહી.
- બાકીના સમયમાં શિક્ષક ભણાવવા અંગેની તૈયારી કરે છે કે નહી.
- શાળાના બાંધકામ અને રીપેરીંગ સબંધી બાબતો ધ્યાનમાં લેવી.
- શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો અસરકારક અમલ થાય છે કે નહી વગેરે.