Discussion Forum SMC

Discussion Forum SMC

05-04-2016 : શાળામાંકન્યાઓનું ડ્રોપઆઉટ અટકાવવા માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરેલ છે ?ટૂંકમાં જણાવો.



તારણ:

  • ૫૩ શાળા પૈકી ૨૦ શાળામાં નિયમિત પણે વાલીમીટીંગ, દીકરી-માતા મીટીંગ કરવામાં આવે છે. દીકરીઓને આગળ અભ્યાસ ચાલુ રાખવા માટે માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાવવું, હાઈસ્કુલ જો બહુ દૂર હોય તો તેમને નજીકમાં આવેલ આશ્રમશાળા અને જ્ઞાતિ હોસ્ટેલ બતાવીને કન્યા અને વાલીઓને મુલાકાત કરાવવવી,સરકારશ્રી તરફથી મળતી વિવિધ સ્કોલરશીપ,સહાય અને વિવિધ યોજનાની જાણકારી આપવી.અભ્યાસની સાથે સાથે દીકરીઓ પોતાના પગ પર ઉભીરહી શકે તે હેતુથી તેઓને શાળાની અંદર સિલાઈકામ, મહેંદીકામ અને ભરતગુંથણ જેવા ક્લાસીસ કરાવીને તેઓને શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.તદુપરાંત ગામની કન્યાઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થયેલ હોય અથવાઉચ્ચ જગ્યાએ નોકરી મેળવી હોય, તેઓને શાળામાં સન્માન કાર્યક્રમ રાખીને સન્માનિત કરવામાં આવે છે.
  • એક શાળામાં ધોરણ ૮ પછી કન્યાઓનો ડ્રોપઆઉટ ઓછો કરવા માટે જુન-જુલાઈ માસની વચ્ચે શાળાની અંદર કન્યા કેળવણી વિષે જાણકારી આપવામાં આવે છે. આ જાણકારી જીલ્લા અને તાલુકા લેવલના ઉચ્ચહોદ્દા પર પહોંચેલ સ્ત્રી દ્વારા આપવામાં આવે છે, જેમાં અભ્યાસનું જીવનમાં મહત્વ અને તેના ફાયદાઓ એ મુદ્દા પર ચર્ચાવિચારણા પણ કરવામાં આવે છે. કન્યા વિદ્યાર્થીના માતાપિતાને પણ આ અંગે સમજાવવામાં આવે છે. - મેહતા દુષ્યંતભાઈ, ગીરસોમનાથ
  • એક શાળામાં જે કન્યાઓને ધોરણ ૮ પછી ધોરણ ૯ માં પ્રવેશના લીધો હોય તેવી કન્યાઓને તેમના ઘરે જઈને આ પાછળનું કારણ જાણવામાં આવે છે અને તે કારણનો યોગ્ય હલ કાઢવમાં આવે છે. જો તેઓના માતાપિતાને આર્થિક સમસ્યા હોય તો કન્યાઓને આગળ અભ્યાસ કરવા માટે જોઈતી આર્થિક મદદ, દાતા પાસેથી કરાવી તેનો અભ્યાસ શરુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. - નરેન્દ્રભાઈ-ગીરસોમનાથ,શાસ્ત્રી શિવાંગીબેન-દાહોદ,બારોટ હિતેશભાઈ-બનાસકાંઠા
  • એક શાળામાં જે કન્યાઓને ધોરણ ૮ પછી ધોરણ ૯ માં પ્રવેશ લીધો હોય પણ આર્થિક રીતે નબળી હોય તેવી કન્યાઓને શાળામાંથી સાયકલ, ચોપડા, કપડા અને શાળાની ફી આપવામાં આપવામાં આવે છે. હાલ શાળામાં ૨,૦૦,૦૦૦ રૂપિયાની એફ.ડી. છે, તેમાંથી આ મદદ કરવામાં આવે છે. - લીલા કમલેશભાઈ, રાજકોટ