Discussion Forum SMC

Discussion Forum SMC

15-02-2016 : શું આપ પણ એક એસ.એમ.સી.સભ્ય તરીકે શાળાના શિક્ષકો દ્વારા જે નવીન પ્રવુતિ કરવામાં આવે છે તેની જાણકારી રાખો છો?શિક્ષક દ્વારા કરવામાં આવતા નવીન પ્રવુતિમાં આપ કઈ રીતે મદદ કરો છો ટૂંકમાં જણાવો.



તારણ:

  • એસ.એમ.સી. સભ્યએ આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર એસ.એમ.સી. સભ્યનું નામ પણ આપેલ છે.
  • એક શાળામાંશિક્ષકોનીઘટનોપ્રશ્નહતોત્યારેગ્રામજનોનાસહકારથીગામનાશિક્ષિતયુવકનીવ્યવસ્થાકરાવી અનેબાળકોનુંશિક્ષણકાર્યચાલુંકરવામાં આવ્યું .આમ એસ.એમ.સી.સભ્યએ શાળામાં શિક્ષકની અછતના લીધે બાળકોના અભ્યાસમાં કોઈ રૂકાવટના આવે તે માટેનું પગલું ભર્યું.( સુરેશભાઈનાગલા -અમરેલી, રસિકભાઈપટેલ–અમદાવાદ)
  • એક શાળામાં શિક્ષક દ્વારા કરતા નવા નવતર પ્રયોગને હોશભેર આવકારવા માટે એસ.એમ.સી.સભ્ય તથા ગામના લોકો ભેગા થઇને શાળાના શિક્ષકને જોયતું હોય એટલું ભંડોળ તેના નવતર પ્રયોગ માટે આપવામાં આવે છે જેથી તેમનું કાર્ય સરળતાથી કોઈ આર્થિકસમસ્યા વગર પૂરું થાય.(રસીલાબેન નકુમ-ગીરસોમનાથ , મહેમદઆરીફપટેલ -અરવલ્લી)
  • એક શાળામાં બાળકોને અંગ્રેજી વિષયમાં હોશિયાર બનાવવા માટે એક શિક્ષકે વર્ગખંડમાંથી જે બાળક અંગ્રેજી વિષયમાં રસ દાખવતો હોય તેવા ૪-૫ બાળક પસંદ કર્યા તેઓને શિક્ષક દ્રારા અંગ્રેજી શીખવવામાં આવ્યું.તે બાળકો દ્રારા બીજા બાળકોને શીખવવમાંઆવ્યું.આ રીતે અંગ્રેજી ક્લબ બન્યું.( નરેનભાઇવ્યાસ -અમદાવાદ)
  • એક શાળામાં શિક્ષકે બાળકોના વાલીઓને ગામમાં એરિયા પ્રમાણે જૂથ પાડ્યા.આ જુથમાં ૬ થી વધુ વાલીઓ હતા આ વાલીઓ એરિયામાં રહેતા બાળકોની નિયમિત શાળામાં હાજરી જાણવા માટે ઓચિંતાની શાળામાં મુલાકાત કરતા અને જે બાળક ના આવ્યું હોય તે બાળકની તેના વાલીને જાણ કરીને શાળામાં મુકવામાં આવતા. તથા શાળાના બાળકને એસ.એમ.સી.સભ્યના ઘરે ૧ કલાક બોલાવીને તેમને ગૃહકાર્ય કરાવે છે .( દુષ્યંતભાઈમેહતા–ગીરસોમનાથ)