Discussion Forum SMC

Discussion Forum SMC

25-04-2016 : એક એસ.એમ.સી.સભ્ય તરીકે આપે આપની શાળા માટે શાળા મૈત્રી-વિચારો અને પ્રવૃતીનું આદાન-પ્રદાન બીજી શાળાની મુલાકાત દ્વારા થાય તેવું આયોજન કરેલ છે? જો હા તો ટૂંકમાં જણાવો.



તારણ:

  • કુલ ૧૦૦ એસ.એમ.સી.સભ્યમાંથી ૫૩ શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવેલ છે.જે નીચે મુજબ છે.
  • શાળા મૈત્રી વિકસાવવા બાજુની શાળામાં થતા સંસ્કૃતિક કાર્યક્રમ,વાર્ષિક કાર્યક્રમ,પ્રવાસનું આયોજન, રમત-ગમતનું વગેરેનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળાના શિક્ષક,એસ.એમ.સી.સભ્ય અને બાળકો હોશભેર ભાગ લે છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે ઇનામવિતરણ કરવામાં આવે છે.
  • બે શાળા વચ્ચે વિચારોનું આદાન પ્રદાન વધે તે હેતુ થી બે શાળા વચ્ચે પ્રશ્નોતરી પ્રકારની ક્વીઝનું આયોજન કરવામાં આવે છે.આ પ્રવૃતિમાં રમતા રમતા બાળકો પોતાના વિચાર અને પ્રશ્નો ક્વીઝ માં રજુ કરે છે અને પોતાનું જ્ઞાન વધારે છે.
  • બે જુદી જુદી શાળાના બાળકો વચ્ચે મૈત્રી સ્થપાય તે હેતુથી બે શાળા વારાફરતી એક બીજાની શાળાના બાળકો સાથે રાખીને મુલાકાત કરવામાં આવે છે અને તે શાળાની નવીન પ્રવૃત્તિ તથા તેના વિષે નવું શીખવાનો પ્રયાસ કરે છે.ત્યારબાદ શાળાના બાળકો બીજી મુલાકાતી શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓ, એસ.એમ.સી.સભ્ય તથા શિક્ષક ગામની મુલાકાત કરાવે છે અને ગામના ઇતિહાસની વાતો ગામના વડીલ લોકો પાસેથી જાણે છે.