Discussion Forum SMC
25-04-2016 : આ પ્રવૃત્તિના કરતા હોય તો આવી પ્રવૃત્તિ શાળામાં શરુ કરવા માટે તમે કેવા પ્રકારનું આયોજન કર્યું છે. ટૂંકમાં જણાવો.
તારણ:
- કુલ ૧૦૦ એસ.એમ.સી.સભ્યમાંથી ૪૭ શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવેલનથી પરંતુ હવે પછી આ પ્રકારની પ્રવૃતિનો શાળામાં અમલ થાય તે માટે નીચે મુજબ અયોજન કરેલ છે.
- શાળા દ્વારા બહાર પાડવામાં આવતું ઈ-મેગેઝીન “ધબકાર” ના માધ્યમ થી આજુબાજુની જેટલી શાળા આવેલ છે તેને એક પત્ર દ્વારા જાણ કરવામાં આવશે કે જે વિદ્યાર્થી અથવાતો શિક્ષક કોઈ વાર્તા,કવિતા કે કોઈ નાટક ની રચના કરતા હોય તેઓને આ મેગેઝીનમાં ચમકવાનો મોકો આપીશું.જેથી બાળકોમાં ક્રીએટીવીટી વધે અને વાંચન લેખન સારું બને.
- સ્થાનિક કક્ષાએ રમત-ગમત,સંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવાસનું આયોજન કરીને બાળકોને વધુ એકબીજાની પાસે લાવીશું જેથી તેઓ ખુલ્લા મને પોતાની વાતો બીજાને કહી શકે.
- એક ગણિત-વિજ્ઞાનના શિક્ષક દ્વારા “વિજ્ઞાન મસલ”નામનો કાર્યક્રમ કરશે જેમાં શાળાના ૨-૩ બાળકો એક ગણિત-વિજ્ઞાનનું મોડેલ લઈને શાળાની પેટા શાળામાં જશે અને ત્યાના બાળકોને આ વિષે માહિતી આપશે તથા તેઓને આવી પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહિત કરશે.