Discussion Forum SMC

Discussion Forum SMC

12-03-2015 : એક ગામની શાળાના શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ શાળાના સ્થાપના દિન નિમિત્તે ગામના લોકોને આમંત્રિત કર્યા અને તે જ દિવસે શાળા વિકાસ માટે ગામ લોકોએ શાળાની પ્રવૃત્તિઓ જોઈ ને ૪,૦૦,૦૦૦ જેવી મોટી રકમ દાનમાં આપી. શું આપની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસ માટે આવી કોઈ પ્રવૃત્તિ કરેલ છે? કઈ?



તારણ:

  • સભ્યોએ આપેલ જવાબ પરથી જાણવા મળ્યું કે, 50 શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળા વિકાસ માટે પ્રવૃતિઓ કરેલ છે. 8 સમિતિએ આ પ્રકારના કોઈ પ્રયત્ન કરેલ નથી.
  • મોટા ભાગની શાળાઓમાં જોવા મળ્યું કે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનો બધો ખર્ચ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો કરે છે. અને તે દિવસે ગામલોકો તરફ થી અલગ અલગ શાળાઓમાં ૨૦૦૦૦,૧૪૦૦૦૦, ૧૩૫૦૦૦, ૫૦૦૦૦૦, ૩૬૫૦૦૦ અને ૧૦૦૦૦૦ રૂપિયા જેટલી રકમ મળી રહે છે.
  • શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા શાળામાં ભોજન નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના અને શાળા ના વિકાસની ચર્ચા કરવામાં આવી.
  • બાળકોને પ્રોત્સાહનના ભાગ રૂપેસભ્યો દ્વારા ઇનામ આપવામાં આવે છે.
  • બાળકોને ગણવેશ આપે છે.
  • ગામમાંથી શાળાનું મેદાન બનાવવા ૧૦૦૦૦૦ જેટલો લોકફાળો એકઠો કરવામાં મદદ કરેલ છે.
  • શાળામાં ગામલોકો અને સમિતી ના સભ્યોના સહકારથી કોમ્પ્યુટર મળેલ છે.
  • સભ્યોએ શાળામાં રમતનું મેદાન બનાવવા જમીન દાન માંઆપેલ છે
  • સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૩૦૦૦૦ રૂપિયા જેટલો ફાળો શાળાના વિકાસ માટે એકઠો કરવામાં સભ્યોએ મદદ કરેલ છે.
  • શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પંચાયતના સભ્ય છે,તેમણે શાળાનું મેદાન, શૌચાલય અને ગેટ બનાવી આપ્યો.
  • એસ.એમ.સી કમીટીના સહયોગથીફક્ત 35000 હજારના ખર્ચે પ્રોજેક્ટર અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા મલ્ટી મીડીયા વર્ગખંડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેપારી વર્ગનો તેમજ ગ્રામજનોનો સારો એવો સહ્કાર મેળવી આ કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે.જેનો લાભ શાળા ના 1 થી 8 ના તમામ બાળકો લે છે.આ ઉપરાંત એસ.એમ.સી નુ આ ઉમદા કાર્ય જોઇ અન્ય શાળાના એસ.એમ.સી ના સભ્યોએ પણ અંગત રસ લઇ તેમની શાળામાં પણ આ કાર્ય પૂર્ણ કરેલ છે.