Discussion Forum SMC
15-04-2015 : આપે ક્યાં બાળ અધિકાર વિષે વાલીને જાગૃત કર્યા છે અને તેના શું પરિણામ પ્રાપ્ત થયેલ છે?
તારણ:
- વાલી મીટીંગમાં RTE અંતર્ગત બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ વિષેના અધિકાર વિષે સમજાવ્યા.
- સમગ્ર વર્ષ દરમ્યાન થયેલ વિવિધ એસ.એમ.સી.બેઠકો,તાલીમો,રેલીઓ,વિવિધ કાર્યક્રમોમાં આ સમગ્ર બાળ અધિકારો વિશે બાળકો તેમજ વાલીઓને જાગૃત કર્યા
- ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણ વિષે માહિતી આપી અને ફરજીયાત શિક્ષણ અમલ કર્યું અને કન્યાઓને મળતી સહાય ની માહિતી આપી.આ પ્રયત્નોથી મળેલ પરિણામ નીચે મુજબ છે: પ્રવેશ કરનાર બાળકોની સંખ્યામાં વધારો થયો. વિદ્યાર્થીઓની નિયમિતતામાં વધારો થયો અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો જોવા મળ્યો. જે બાળકો ખેતી એ જતા હતા તે હવે શાળામાં આવતા થયા છે. વિકલાંગ બાળકોમાં અને શાળા બહારના બાળકોમાં શિક્ષણ વિષે જાગૃતતા આવી છે. શાળામાં ન આવતા બાળકો આવતા થયા. જે બાળકો શાળા છોડી દેતા હતા તેઓએ અભ્યાસ ચાલુ રાખ્યો. વાલીસંમેલનમાં પણ હાજરી વધી અને તેઓ શાળા વિકાસમાં રસ લેતા થયા. શિક્ષણના અધિકાર વિષે સમજાવવાથી ૧૦૦% સ્થાયીકરણ થયું. વાલી પોતાના બાળકોના શિક્ષણ વિષે વધુ ધ્યાન આપે છે અને શિક્ષણનું સ્તર સુધર્યું છે અને કન્યા ૧ થી ૮ સુધી મફત શિક્ષણ મેળવે છે. વાલીબાળકો પ્રત્યે વધુ સભાન અને જવાબદાર બન્યા છે અને તેઓ પોતાની શિક્ષણ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજતા થયા છે. વાલીઓને તાલીમ અને સાહિત્ય આપવાથી તેઓ બાળકોને મજુરી કરાવતા નથી અને શિક્ષણ આપવા શાળાએ મોકલે છે.
- સહભાગિતા ના અધિકાર વિષે સમજાવવાથી વિદ્યાર્થીઓએ પ્રવૃતિમાં સહભાગિતા અને સંપ દર્શાવ્યો અને તેમની હાજરીમાં વધારો થયો.
- ક્લસ્ટરની સીમ વિસ્તારના મજૂર વર્ગના બાળકો શાળાએ જતા ન હતા જેથી શિક્ષક તથા સ્થાનિક વાલીઓના પ્રયત્નથી વાલીઓને બાળકોના શિક્ષણના અધિકાર વિષે સમજ આપવામાં આવીજેના પરીણામે ચાલુ વર્ષે 1/4/15 થી આવા બાળકો માટે સ્પેશીયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરાવવામાં આવી.
- સુરક્ષાના અધિકારમાં બાળકને કોઈ પણ પ્રકારનાં શારિરીક કે માનસિક ત્રાસ આપવાની મનાઇ કરવામાં આવી,જેના પરીણામ સ્વરૂપ બાળકો શાળામાં કોઇ પણ પ્રકારના ભય વગર અભ્યાસ કરે છે અને તેઓમાં પ્રેમ ભાવના નો વિકાસ થયો.