Discussion Forum SMC
15-05-2015 : શું આપે આપની શાળામાં ગામ ફાળો એકઠો કરી પ્રોજેક્ટર રૂમ બનાવવા જેવી કોઈ પ્રવૃત્તિ કરેલ છે? તેની ટૂંકી વિગત જણાવો.
તારણ:
- એક શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ૯૯૫૦૦ રૂપિયા દાન દ્વારા એકઠા કરી સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યો જેની જાળવણીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ દાતાઓ જ નિભાવે છે તથા આ ક્લાસમાં વિદ્યાર્થીઓ એનીમેશનથી બનાવેલ શૈક્ષણિક પ્રોગ્રામ નિયમિત જોવે છે.
- શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા મોબાઈલ લેબ બનાવવામાં આવી છે જેના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગો બતાવવામાં આવે છે અને તેઓ જાતે પ્રયોગ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
- શાળામાં ટી.વી. ડી.વી.ડી.ના ઉપયોગથી શૈક્ષણિક સીડી દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને પ્રોજેક્ટરના ઉપયોગથી વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દેખાડવામાં આવ્યું.
- એક એસ.એમ.સી. સમિતિએ ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમમાં ૩ વર્ષ દરમિયાન ૭૦૦૦૦ રૂપિયા એકઠા કરી શાળાની ભૌતિક સુવિધામાં વધારો કર્યો છે.
- ગામલોકો પાસેથી ફાળો એકઠો કરી શાળામાં પ્રાર્થનાસભા માટે ઓટલો બનાવવામાં આવ્યો જેના પર દરરોજ પ્રાર્થનાસભા આયોજિત કરવામાં આવે છે.
- શાળામાં કમ્પ્યુટર પર સોફ્ટવેર બનાવવામાં આવ્યા જેના પર વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો દર શનિવારે પૂછવામાં આવે છે અને તેમના સામાન્ય જ્ઞાન માં વધારો કરવામાં આવે છે.
- શાળામાં એલ.ઈ.ડી. પ્રોજેક્ટર રૂમ બનાવવામાં આવ્યો જેના દ્વારા જ શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવે છે અને પાઠનું પુનરાવર્તન પણ વિદ્યાર્થીઓ તેના પર જ કરે છે.
- શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા ગામલોકોના સહકારની મદદથી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમના પહેરવેશ ડ્રેસ આપવામાં આવ્યા અને દાતા દ્વારા મળેલ માઈક સેટનો પણ પ્રાર્થનાસભામાં ઉપયોગ કરવામાં આવે છે.