Discussion Forum SMC
25-04-2015 : DISE ફોર્મમાં આપ કઈ વિગત જણાવો છો?
તારણ:
- વિદ્યાર્થીનું નામ, માતા પિતાનું નામ, જન્મ તારીખ, પ્રવેશ તારીખ, યુનીફોર્મની માહિતી, તેમના સરનામાની માહિતી, હોસ્ટેલ સુવિધાની માહિતી, ગત વર્ષના ગ્રેડ વિષે, માતા પિતાના બી.પી.એલ. કાર્ડ વિષે, ગત વર્ષની હાજરીની માહિતી, વિદ્યાર્થીઓના ધર્મ/જાતી વિષે, વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરની માહિતી
- શિક્ષકોની માહિતી, બાળકોના વિકાસ અંગેની માહિતી
- શાળાની ભૌતિક સુવિધા અંગે- શાળામાં ખૂટતી સુવિધાઓ, કુલ વર્ગ અને નુકસાન પામેલ વર્ગની સંખ્યાની વિગત
- વર્ગમાં ઉમર પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા, વિધાર્થીઓની કુમાર-કન્યા સાથેની વિગતો, શાળામાં કુમાર- કન્યા અંગેના અલાયદા ટોયલેટની વિગત, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ સહાય અંગેની માહિતી, વિકલાંગ બાળકોની, તેમને મળતા લાભોની અને તેમના માટેના રેમ્પની વિગતો,બાળકોનું દર વર્ષે મેડીકલ ચેક અપ થાય છે કે નહિ તેની વિગત, સ્પેશિયલ બાળકના શિક્ષણ વિષેની માહિતી
- ગામની માહિતી, શાળાની સિદ્ધી વિષે, ડેડસ્ટોક વિષે, પાણીની સુવિધા વિષે , કોમ્પ્યુટર લેબ વિષે,વીજળીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ , રમતના મેદાનની માહિતી
- અભ્યાસક્રમની માહિતી ,વિજ્ઞાન મેળા, બાળ મેળા વિષે, પ્રવાસ આયોજન વિષે, ગુણોત્સવ વિષે, તિથી ભોજન વિષે, મધ્યાહ્ન ભોજન વિષે, શાળાની રજીસ્ટ્રી સંખ્યા વિષેની માહિતી
- શિક્ષાની પદ્ધતિ અને વર્ગ ખંડમાં તાલીમના ઉપયોગ અંગેની માહિતી
- શાળા વિકાસમાં એસ.એમ.સી.ની ભાગીદારી અંગે તેમજ શાળામાં મળતી ગ્રાન્ટ અને તેના ઉપયોગની માહિતી
- લાઈબ્રેરી વિષે, પુસ્તક ની સંખ્યાની માહિતી, શાળાના બેંક ખાતાની વિગતોની માહિતી.