Discussion Forum SMC
05-06-2015 : ગામના બાળકોનો શાળામાં પ્રવેશ કરાવવા માટે આપની શાળા વ્યવસ્થાપન સમિતિ ક્યા કર્યો કરે છે? તેની ટૂંકી વિગત જણાવો.
તારણ:
- એસ.એમ.સી. સભ્યો દ્વારા શિક્ષણથી વંચિત બાળકોની યાદી બનાવી તેમના વાલીઓને તેમના બાળકોનું નામાંકરણ કરાવવા માટે સમજાવવામાં આવ્યા.
- એસ.એમ.સી. સભ્યો ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અને દરેક ગામ લોકોને તેમના બાળકોને શિક્ષિત બનાવવા સલાહ આપી.સભ્યો ધોરણ ૧ માં વિદ્યાર્થીઓનું ૧૦૦ % નામાંકરણ થાય તેની ચકાસણી કરે છે.વાલી સંપર્કમાં શિક્ષકોને મદદ કરે છે અને પ્રવેશ પત્રિકા દ્વારા બાળકોને પ્રોત્સાહન આપે છે.
- શાળામાં એસ.એમ.સી.મિટીંગ તથા વાલી સંમેલન બોલાવી ગામનાં ૬ થી ૧૪ વર્ષનાં શાળા આવવા પાત્ર બાળકોની યાદી તૈયાર કરી જન્મના પ્રમાણપત્ર મેળવ્યાં અને શાળા પ્રવેશોત્સવની જાણ કરી.
- સમિતિ દ્વારા જાન્યુઆરી માસમાં પ્રવેશ બાબત મીટીંગ યોજવામાં આવે છે ત્યારબાદ સર્વેનું આયોજન કરીને તેની સમીક્ષા કરવામાં આવે છે. વાલી મુલાકાત કરીને પ્રવેશનું મહત્વ સમજાવવામાં આવે છે
- સ્થળાંતર કરીને આવતા વાલીઓના બાળકોને શાળામાં દાખલ કરવા સભ્યો જાણકારી આપે છે. તેટલું જ નહિ પણ, જરૂર પડે આચાર્ય સાથે ફોન કે રૂબરૂ મળી તે બાળકોના દાખલ કરાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. શાળાના આચાર્યશ્રીએ સરકાર દ્વારા શાળામાં આપવામાં આવતી તમામ સુવિધાઓનું પેમ્પફ્લેટ તૈયાર કરી તેની પ્રતો સમગ્ર વિસ્તારમાં વહેંચવામાં આવી.