Discussion Forum SMC
05-08-2015 : આપના વિદ્યાર્થીઓને આપ સ્થાનિક જ્ઞાન (ઉ.દા. કાંટા દ્વારા ગાણિતિક ખુણાની માહિતી સમજાવવી) દ્વારા પાઠના મુદ્દા સમજાવો છો?
તારણ:
- અંગ્રેજો મરી મસાલા લેવા માટે ભારત આવ્યા હતા તેની અગત્યતા સમજાવવા માટે બજારમાં જઈને મરી મસાલાનો (એલચી, લવિંગ વગેરે)નો ભાવ તપાસવાનું કહેવામાં આવ્યું.
- વિદ્યાર્થીઓને ખેતી અને સ્થાનિક વનસ્પતિનું જ્ઞાન છે તેમજ તેઓ સ્થાનિક વનસ્પતિને ઓળખે છે તેના માધ્યમથી તેમણે વનસ્પતિના ઉપયોગ, બીજની વિકાસ યાત્રા, વનસ્પતિના વિવિધ અંગો શીખવવામાં આવે છે, સ્થાનિક ઔષધિનું પ્રદર્શન ગોઠવવામાં આવે છે. વિવિધ બીજ એકઠા કરીને એક્દળી અને દ્રીદળી બીજની સમાજ આપવામાં આવે છે.
- સામાજિક વિજ્ઞાનમાં સ્થાનિક સરકાર પાઠ ભણાવવા માં સ્થાનિક સરપંચ, તલાટી, તાલુકા પ્રમુખ વગેરે ની માહિતી આપવામાં આવે છે.
- ગામમાં પૌરાણિક સ્થળ આવેલા છે જેમાં કોતરણી અને જૂની લીપી છે, જેના બાળકો જાણકાર છે બાળકોને સામાજિક વિજ્ઞાન ભણાવવા માટે તે જ્ઞાન નો ઉપયોગ કરવામાં આવે છે.
- દરિયા કાંઠા માંથી પથરા નો ઉપયોગ, ગામ ના તળાવ (નિકોલ બંધારા-માહુવા) આવતા યાયાવર પક્ષી નો અભ્યાસ કરાવવામાં આવે છે. પશુ પક્ષી તથા વનસ્પતિનું પુરતું જ્ઞાન છે કારણકે શાળા જંગલ માં જ આવેલી છે.
- શાળાની આસપાસ રહેતા લોકોનું વક્તવ્ય રાખવામાં આવે છે.
- ખેતર અને વાડીમાં થતી ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરી કઈ વનસ્પતિ કયા રોગ માટે ઉપયોગી છે તેની સમજ આપવી.
- બાળકોને તેમના ખેતરનું જે જ્ઞાન હોય છે તેનો ઉપયોગ જમીનના, બીજના પ્રકાર શીખવવામાં, પાકોની માહિતી આપવી.
- સ્થાનિક પરિસ્થિતિઓનો ખ્યાલ આપવા માટે ખેતર અને ઘરની મુલાકાત કરાવડાવી.
- ગામ માંથી નકામી લાકડીઓ વીણી લાવ્યા અને તેના દ્વારા ખૂણા ની સમજ આપવામાં આવી.