Discussion Forum SMC
05-12-2015 : આપે શાળાની ભૌતિક સુવિધાઓમાં સુધારા કરવા માટે કોઈ પ્રવુતિ/મદદકરેલ હોય તો તેની ટૂંકમાં જાણકારી આપો.
તારણ:
- શાળામાં એસ.એમ.સી સભ્યો દ્રારા છ લાખનું દાન એકઠુંકર્યું.અને શાળા માટેલાઈબ્રેરી,કોમ્પ્યુટર અને પાણીની સગવડ ઉભી કરવામાં આવી.-કુસુમબેન પટેલ -જી.ગાંધીનગર
- ગામલોકો અને ગ્રામપંચાયતના સભ્યો દ્રારા શાળા માટે રમત-ગમ્મતનું મેદાન બનાવી આપવામાં આવ્યું.-રસીલાબેનનકુમ -જી.ગીર સોમનાથ
- શાળામાં લાઈબ્રેરી અને વિજ્ઞાનકેન્દ્ર માટે મકાનની જરૂરીયાત હતી.શાળામાં લાઈબ્રેરી માટે ડો.ભરતભાઈ ચૌધરીએ ત્રણ લાખ અને વિજ્ઞાનકેન્દ્ર માટે ડો.રામશી ચૌધરીએ પાંચ લાખ નું દાન આપ્યું હતું.આ બંને સુવિધાનો લાભ શાળાના બાળકોને મળી રહ્યોછે.-લક્ષમણભાઈ ચૌધરી-જી.પાટણ
- શાળામાંએસ.એમ.સી સભ્યો દ્રારાપોતાના ટ્રેકટરના ઉપયોગ દ્રારા ગામની નજીકથી માટી લાવી આપી અને મેદાનને સમથળ બનાવવામાં મદદ કરીતેથીશાળામાં એક સુંદર બગીચો તૈયારથયો.-ગોવિંદભાઈ પટેલ -જી.કચ્છ,જશુભાઈ પટેલ- જી.સાબરકાંઠા
- શાળાના મેદાન ફરતે તારફેન્સીંગકરવામાંએસ.એમ.સી સભ્યોએ આર્થિક અને શ્રમિક મદદ કરેલ છે.-ભાવેશભાઈ દરજી -જી.ભાવનગર
- કડિયાએસ.એમ સી.સભ્ય દ્વારા માત્ર રોજની દૈનીક મજૂરી કરી ને કામકરી આપવામાં આવી છે કોઈ નફાનુ ધોરણ લેતા નથી-મેહુલભાઈ સુથાર- જી.ગાંધીનગર
- શાળાનાએસ.એમ.સી સભ્યો એ વિધાર્થીઓને હાથ ધોવા માટે શાળામાં સાબુ અને રૂમાલની વ્યવસ્થા કરી છે.ધોરણ એકના વિધાર્થીઓ માટે ગણવેશની વ્યવસ્થા પણ કરેલ છે.- હરદીપસિંહ પરમાર- જી.સુરત