Discussion Forum SMC
07-10-2015 : એક શાળામાં એસ.એમ.સી. સભ્યોરાત્રે મીટીંગ રાખે છે જેથી ઘરકામ કરતી મહિલા સભ્યો પણ તેમાં સક્રિય રીતે ભાગ લઇ શકે.
તારણ:
- શરુઆતમાં એક શાળામાં એસ.એમ.સી.સભ્યોની વધારે પ્રમાણમાં ગેરહાજરી રહેતી તેથી તેમનીસ્થાનીક પરીસ્થિતિ મુજબ શનીવારે ૯ વાગેમિટિંગ રાખતામહિલાસભ્યોની હાજરીમાં સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઘણી શાળામાં રાત્રી મીટીંગનું આયોજન મહિલા સભ્યો હાજર રહે તે અર્થે કરવામાં આવે છે. અને તે માટેતેઓનેઅનુકુળ સમયની ચર્ચા પહેલેથી જ કરવામાં આવે છે.
- એકશાળામાં રાત્રી મીટીંગ ઉપરાંત રિશેષ દરમિયાન નિરક્ષર મહિલા સભ્યો માટે અન્ય સભ્યો દ્વારાઅક્ષરજ્ઞાન અને વર્તમાન સમાચારની વાતો તેમજ શિક્ષણનું મહત્વ, મહત્વના દસ્તાવેજની સાચવણી વગેરે ચર્ચાકરવમાં આવે છે.
- એકશાળામાં એસ.એમ.સી ની સક્રિય ભાગીદારી વધે તે માટે સમય અનુસાર એસ.એમ.સી મહિલાઓનીઅને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની માતાની મીટીંગ શાળામાં બોલાવવામાં આવે છે કારણકે ગામમાં તમામ ગ્રામજનો ખેતીકામ, મજૂરીકામ, અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલ છે જેથી તેમના સમયની અનુકુળતા મુજબ આ મીટીંગ બોલાવવામાં આવે છે. જેમાં તેમને પણ આવી મીટીંગમાં આવવું ગમે તે માટે પ્રોજેક્ટરની મદદથી જે મુદ્દાઓ કે વિષયની ચર્ચા કરવાની હોય તે ને અનુરૂપ ચિત્રો,વિડિયો બતાવવામાં આવે છે. ઘણી વખત ટૂંકી શૈક્ષણિક ફિલ્મ પણ બતાવવામાં આવે છે.આ ઉપરાંત શાળાના વિવિધ કાર્યક્રમો તેમજબાળકોની શૈક્ષણિક સિદ્ધિઓનીમાહિતીઅને તેના ફોટા ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન,આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમજ દરેક ઘરે ટોઇલેટ વગેરે યોજનાઓની માહિતીઆપવામાં આવે છે.આ ઉપરાંત શાળાના વિવિધ શૈક્ષણિક તેમજ વિધાર્થીઓના શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે, અને તેનો યોગ્ય ઉકેલ મેળવવામાં આવે છે.