Discussion Forum SMC
15-10-2015 : આપ મહિલા એસ.એમ.સી. સભ્યો અને વાલીઓને શાળા અને શૈક્ષણિક બાબત અંગે જાગૃત કરવા કઈ પ્રવૃતિ કરો છો? ટૂંકમાં જણાવો.
તારણ:
- મહિલાઓ માટે વિવિધ કાર્યકાર્મો,મહિલાઓના ભણતરનું મહત્વ પર સંવાદ,મહિલા સંમેલન,મહિલામીટીંગ,નાટક,વાલી સંપર્ક,તિથી ભોજન જેવા અનેક કાર્યકાર્મો દ્રારા જાગૃત કરવામાં આવે છે.-ઉત્પાલકુમાર લાલભાઈ-જી.બનાસકાંઠ,દીપકભાઈ વેકરીયા-જી.રાજકોટ,પ્રકાશકુમાર વણકર-શાળા.ચંપાલપુર પ્રાથમિક શાળા-જી.સાંબરકાંઠા ,જશોદાબેનચાવડા-જી.ખેડા
- મહિલા એસ.એમ.સી સભ્યો અને મહિલા વાલીઓની ચિત્રસ્પર્ધા,સંગીતસ્પર્ધા,રમત-ગમ્મતસ્પર્ધા,બાલ અને કિશોર મેળાનું આયોજન કરવામાં આવે છે.-નરેશભાઈ પ્રજાપતિ-જી.પાટણ,ભાવેશકુમાર પંચાલ-જી.પાટણ
- વાલીમેળો,ગણિત-વિજ્ઞાન પ્રદશન,ધાર્મિક તહેવારોની ઉજવણી,લોકડાયરા,શાળાની પ્રવુતિમાં સારું પ્રદશન કરનાર વિધાર્થી તેમના વાલી દ્રારા ઇનામ જેવા વિવિધ કાર્યક્રમો દ્રારા મહિલાઓને જાગૃત કરવવામાં આવે છે.-સુરેશભાઈ ઠકકર-જી.પાટણ,સોની વર્ષાબેન-જી.બરોડા
- શાળામાં થતી એમ્રોડેરી અનેમહેદીસ્પર્ધા જેવા કાર્યક્રમાંમહિલા વાલીઓઅને એસ.એમ.સી સભ્યોને ફોન કરી શાળામાં આવવા આંમત્રણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્રારા વિધાર્થી અનેમહિલા એસ.એમ.સી સભ્યો અને વાલીઓજાગૃત કરવામાં આવ્યા.-શિવાંગીબેન શાસ્ત્રી-જી.દાહોદ
- ગુણોત્સવઅનેસાંસ્કૃતિકકાર્યકાર્મો મહિલાઓના હસ્તે મહેમાનોનું સ્વાગત કરવું .મહિલામંડળ માટે શાળા સ્તરે સેમિનારનું આયોજન કરવું અને શિક્ષણ ની તમામ પ્રવુતિમાં મહિલાઓને પ્રાધાન્ય આપવું.-કરણસિંહ કેશુભાઈ-શાળા.નાનીવાવડી પ્રાથમિક શાળા-જી.બોટાદ
- અલગ-અલગ સમયાંતરે અમે એસ.એમ.સી. સદસ્યોના માટે નાના-નાના પ્રવાસોનું આયોજન કરીએ છીએ.વિવિધ ઉત્સવોની ઉજવણી પણ સમયાંતરે શાળામાં કરીએ છીએ.નવરાત્રીના સમયે એકાદ બે વખત ગરબા ગાવાનો કાર્યક્રમ પણ શાળામાં રાખીએ છીએ.જેના થકી મહિલાઓ શાળા વિકાસમાં સારું યોગદાન આપે છે.-અકબરભાઈ સુલેમાનભાઈ મુલતાની,આણંદ-જી.આંણદ