Discussion Forum SMC
25-11-2015 : એક શાળાની એસ.એમ.સી.દ્રારા તથા શાળાના શિક્ષકોની મદદથી શાળાના વિધાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણ ઘરે પણ મળી રહે અને શાળાનું ગૃહકાર્ય કરવામાં પણ મદદ મળી રહે તે માટે શેરી શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું.શેરી શિક્ષણમાં ગામના શિક્ષિત યુવાનો બાળકોને મદદ કરે છે.આ કાર્ય કરવા માટે એસ.એમ.સી.સભ્યોના ઘરના આંગણામાં કે ઘરમાંજ શિક્ષા આપાય છે. શું આ પ્રકારની પ્રવુતિઓ દરેક શાળાની એસ.એમ.સી.દ્રારા થવી જોઈએ?શું આ પ્રકારની પ્રવુતિ કરેલ હોય તો તેની ટૂંક માં જાણકારી આપો.
તારણ:
- ૯૪ % એસ.એમ.સી સભ્યો મત અનુસાર દરેક શાળાની એસ.એમ.સી દ્વારા આ પ્રકારની પ્રવુતિ થવી જોઈએ.
- ગામમાં ભણેલા વ્યક્તિના સહયોગથી શાળામાં નક્કી કરેલા દિવસે વધારાના વર્ગ દ્રારા બાળકોને વિવિધ તથાનવીન માહિતી આપવામાં આવે છે.-શિવાંગીબેન શાસ્ત્રી -જી.દાહોદ,ત્રિલોકભાઈ ગોહિલ-જી.જુનાગઢ
- હોશિયાર વિધાર્થીને તેમના ઘરની આસ-પાસના વિધાર્થીઓના ગ્રુપનો નેતા બનાવવામાં આવે છે.તેઓ ગ્રુપમાં ગુહકાર્ય કરે છે.-શિલ્પાબેન પ્રજાપતિ-જી.અમદાવાદ
- વેકેશન દરમિયાન ગામના શિક્ષિત યુવાનો દ્રારા ૬ ટીમ બનાવીને દરરોજ ૧ કલાક બાળકો પાસે વાંચન અને બીજી શૈક્ષણિક પ્રવુતિ કરાવવામાં આવે છે.-ઠાકોર વિજયસિંહ-જી.અમદાવાદ
- ગેરહાજર રહેલા વિધાર્થી માટે એસ.એમ.સી સભ્યના ઘરે શાળાના શિક્ષકો અને ગામના શિક્ષિત યુવાન દ્રારા વૈકલ્પિક વર્ગ ચલાવવામાં આવે છે.-સુરેશભાઈ ઠક્કર-જી.પાટણ