Discussion Forum SMC

Discussion Forum SMC

01-09-2014 : કન્યા શિક્ષણ સંદર્ભે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની નક્કર ભૂમિકા કેવા પ્રકારની હોવી જોઈએ?



તારણ:

  • દીકરા દીકરી વચ્ચે નો ભેદભાવ દૂર થાય તે હેતુ થી શાળામાં ભણતા બાળકોના વાલીઓને મળીને પ્રેરણા આપવી જોઈએ. કન્યા નિયમિત શાળાએ આવે અને ધોરણ ૮ પછી ઉચ્ચ અભ્યાસ કરે તે માટે ખાસ પગલા લેવા જોઈએ.
  • SMC ના દરેક સભ્ય એ ગામની દરેક ૬ થી ૧૪ વર્ષની કન્યાઓ શાળાએ આવે તે માટે ગામ લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ. શાળાના શિક્ષકો પાસે બેસીને કન્યા શિક્ષણ માટે ની યોજના બનાવવી અને માતા પિતા ને કન્યાને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. શાળામાં કન્યાઓ આવે તે માટે નું વાતાવરણ ઉભું કરવું જોઈએ. કન્યાઓને અલગ અલગ પ્રવૃત્તિઓ માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.
  • ગામ લોકોને ભાગીદારી થી કન્યા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ફેલાવે તેવા કાર્યક્રમો કરવા જોઈએ.સરકાર દ્વારા કન્યાઓ માટે શાળામાં આપવામાં આવતી સુવિધાઓ વિષે વાલીઓને સમજાવવા જોઈએ. શાળામાં શૌંચાલય ની સુવિધા છે કે ની તેનું ધ્યાન રાખવું જોઈએ અને શાળામાં કન્યાઓને મળતી સુવિધાઓ અંગે વાલીઓને જાણકારી આપવી જોઈએ.