Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-03-2016 : વર્ગખંડમાં શીખવા-શીખવવાની પદ્ધતિમાં કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે?



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
  • શાળામાં વિધાર્થીવર્ગમાં પ્રેઝન્ટેશન અને દરેક વિષયમાં પ્રવુતિ સાથે ભણી કરી શકે તેવા ડીઝીટલ વર્ગખંડ હોય તેવી વ્યવસ્થા કરી.(નાથાભાઈ ચાવડા-ભાવનગર),(ઇન્દ્રજીતસિંહગોહિલ-અમદાવાદ),(દીપકકુમાર પંચાલ-સાબરકાંઠા),(કેતનકુમાર જોશી-વડોદરા),(બિજલબેન લિમ્બચીયા-ભાવનગર),(કેતનભાઈ ઢોલરીયા-સુરત),(મેહુલકુમાર પટેલ-પાટણ)
  • વર્ગખંડમાં વિધાર્થીનેકોઈ પણ વિષયનો મુદો સમજાવતી વખતે જીવંતઉદાહરણ અથવા તેનો વિડીઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરી.(પ્રકાશકુમાર પટેલ-સાબરકાંઠા),(અમિતકુમાર સોની-મહેસાણા)
  • શાળાના વર્ગમાં 6 વિધાર્થીઓ ની એક એવી 6 ટીમ બનાવેલી છે.તેમાં દરેક ટીમમાં એકનેતા છે.જે પોતાની ટીમ ના લેશન થી લઈને દરેક કાર્ય માં સારા દેખાવ માટેપ્રયત્નશીલ રહે છે.આમ વર્ગ માંસ્વસ્થ હરિફાઈ થાય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.(જાનકીબેન કુંભાણી-જુનાગઢ),(જયશ્રીબેનમકવાણા-રાજકોટ)
  • શાળાના વર્ગખંડની દરેક દીવાલ વિધાર્થી દ્રારા બનાવેલ ગણિતના સુત્રો,વિજ્ઞાનના પ્રયોગની રીત,મહાન વ્યક્તિના જીવન ચરિત્ર અને જાણવા જેવું પર લગાડવામાં આવ્યું.(આશિષકુમારઅશોકભાઈ-રાજકોટ)
  • વર્ગખંડમાં શિક્ષકેદરેક વિષયનાઅલગ-અલગ કોર્નર બનાવ્યા છે.દરેક કોર્નરમાં તેવિષયનેલગતું સાહિત્ય,પુસ્તકો અને વિધાર્થીએ કરેલ પ્રવુતિ રાખવામાં આવી.(સોનલબેન ભગોરા –વડોદરા)
  • શાળામાંગણિત અને વિજ્ઞાન વિષય માટે લેબ બનાવવામાં આવી છે.આ લેબમાં વિજ્ઞાન તમામ પ્રયોગ અને ગણિતના સરવાળા,બાદબાકી,ગણિતના વિવિધ અભિગમો શીખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.(ચિતંનકુમાર પટેલ-નવસારી)
  • વર્ગખંડમાં દરેક વિષય ભણાવતી વખતે વર્ગના વિધાર્થીઓને જૂથમાં વહેચવામાં આવે છે.દરેક જૂથ વચ્ચે ચર્ચા કરી ભણાવવામાં આવે છે. આ રીતે બાળકો સરળતાથી વર્ગમાં શીખતા થયા.(મનાલીબેન દેસાઇ-સુરત)