Discussion Forum Teacher
25-04-2016 : બાળકોમાં લેખનક્ષમતા વધુ ને વધુ વિકસે તે હેતુથી શાળામાં લેખન કોર્નર ઉભું કર્યું જેમાં લેખન કલાનો વિકાસ તે માટેના પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા અને સાથે દરેક વિદ્યાર્થી માટે નોટબૂક, પેન અને ફાઈલ વગેરેની સુવિધા કરાવી.ત્યારબાદ બાળકો દ્વારા લખાયેલ પંક્તિ, કાવ્ય, નિબંધ, ફકરો વગેરે તેના મુલરુપમાં એટલેકે તેમાં કોઈપણ પ્રકારનો જોડણી સુધારો અથવા વાક્યરચના સુધાર્યા વગર તેઓની મૌલિક રચનાઓનો સંગ્રહ છપાવવામાં આવે છે.શું આ પ્રકારનો પ્રોજેક્ટ બધી શાળામાં શરુ થવો જોઈએ.
તારણ:
- ૩૮૮ શિક્ષક જેઓએ જવાબ આપ્યો છે તેમાંથી ૩૨૯ શિક્ષકના મતે આ પ્રકારનો પ્રોજેક્ટ બધી શાળા શરુ થવો જોઈએ જેથી બાળકો નાની ઉમરથી જ નવું નવું વિચારતા થાય અને જે મનમાં આવેલ વિચાર પોતાની જાતે કોરા કાગળ પર એક સુંદર એવા કાવ્ય અથવા એક નિબંધના રૂપમાં લખતા થાય.