Discussion Forum Teacher
25-04-2016 : આપે આપની શાળામાં વિદ્યાર્થીઓના લેખન કૌશલ્યનો વિકાસ થાય તે માટે કોઈ નવીન પ્રવૃત્તિ કરી છે?
તારણ:
- ૩૮૮ શિક્ષક જેઓએ જવાબ આપ્યો છે તેમાંથી ૨૮૩ શિક્ષકના દ્વારાશાળામાં વિદ્યાર્થીઓના લેખન કૌશલ્યનો વિકાસ થાય તે માટે કંઇક ને કંઇક નવીન પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
- શાળા દ્વારા ભીંતપત્ર અથવા બાળસામાયિક પ્રકાશિત કરવામાં આવે છે જેમાં બાળકોની સ્વરચિત અને હસ્તલિખિત કૃતિનો સમાવેશ કરવામાં આવે છે,જેના પરિણામે બાળકોમાં બીજા બાળકથી સારું કામ કરવાની જીજ્ઞાશા વધી અને સાથે લેખન કૌશલ્યમાં વધારો થયો.આ ભીંતપત્ર અથવા બાળસામાયિક માં એક શબ્દ પરથી બાળકો દ્વારા સર્જિત વાર્તા, નિબંધ, કાવ્ય અને પ્રવાસ કે વિવિધ વિશેષ દિનની ઉજવણી શાળામાં ઉજવ્યા બાદ બાળકો પોતાના શબ્દોમાં પોતાનો અનુભવ કોરા કાગળ પર લખે છે અને તે શાળાના ભીંતપત્ર અથવા બાળસામાયિક પત્રમાં છાપવામાં આવે છે , અને આ ભીંતપત્ર અથવા બાળસામાયિક શાળાની નજીકમાં આવેલ બીજી શાળા સુધી પહોચાડવામાં આવે છે.
- પ્રાર્થનાસભામાં બાળકો કાવ્ય, વાર્તા,જાણવા જેવું, જ્ઞાન ગોષ્ઠી, પોતાનો અનુભવ વગેરે રજુ કરે છે અને રજુ કરનાર બાળક પોતે પોતાની કૃતિ એક કાગળ પર લખીને આપે છે જે કાગળ શાળાને નોટીસબોર્ડ પર લગાવવામાં આવે છે અને બીજા દિવસે પ્રાર્થનાકૃતિ નામની ફાઈલમાં સંગ્રહ કરવામાં આવે છે. સાથે શિક્ષક ચિત્ર પરથી વાર્તા બનાવવી, કોઈ એક શબ્દ પરથી વાર્તા બનાવવી, પેરેગ્રાફ પરથી વાર્તા બનાવવી વગેરે પ્રવૃત્તિ કરાવે છે અને અઠવાડિયાના અંતે જે બાળકની વાર્તારચના સારી હોય તેઓને ૧ થી ૩ નંબર આપીને તેઓનું બહુમાન કરવામાં આવે છે અને સાથે તેઓને એક પેન આપવામાં આવે છે, અને આ વાર્તા શાળાના નોટીસ બોર્ડ પર એક અઠવાડિયા માટે રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને વાર્તાસંગ્રહ નામની ફાઈલમાં રાખવામાં આવે છે.બાળકો દ્વારા રચાયેલ વાર્તા માંથી જે વાર્તા બોધ આપતી હોય અને સરસ હોય તેવી વાર્તાનું બાળસામાયિક પત્રમાં પ્રકાશિત કરવાનો લાભ આપવામાં આવે છે.
- ધોરણ ૧ થી ૩ ના બાળકોને વાર્તા સંભાળવી અને જોવી બહુ ગમે તેથી શિક્ષક દ્વારા બાળકોને LCD અથવા કોમ્પુટરમાં પંચતંત્રની વાર્તા ,વિક્રમ વેતાળ ,ઈસપની વાર્તાઓ અને અકબર બીરબલની વાર્તાઓ અઠવાડિયામાં ૨ વાર બતાવવામાં આવે છે પણ એક શરતે કે બાળકોએ વાર્તા જોયા પછી તેને જેવી આવડે તેવી પોતાની નોટબૂકમાં લખવાની અને શિક્ષકને બતાવવાની.આમ બાળકો વાર્તા સાંભળ્યા પછી પોતાની જાતે વિચારે છે અને તેને શબ્દોમાં રૂપાંતર કરવાની કોશિશ કરે છે આ સાથે બાળકને વાર્તામાં એક-બીજા સાથે કરવામાં આવતા સંવાદના શબ્દો વિષે પરિચિત બન્યા.આ પ્રવૃતિથી બાળકોને નવા શબ્દો કાને પડ્યા અને તેમના લેખનમાં પણ એ જોવા મળ્યા અને મૌલીક્તામાં પણ વધારો જોવા મળ્યો.
- પ્રજ્ઞાવર્ગ ધોરણ ૧ અને ૨ માં લેખન કૌશલ્ય વધે તે હેતુથી શિક્ષક દ્વારા સાદા શબ્દોથી લઈને અઘરા શબ્દોના કાર્ડ બનાવ્યા, ત્યારબાદ બાળકોના જૂથ પાડવામાં આવ્યા અને જુથમાં એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવ્યો જેને શબ્દો સારી રીતે લખતા આવડતું હોય તેને જૂથની જવાબદારી સોપવામાં આવી.આ પસંદ કરેલ બાળક પોતાના હાથમાં રહેલ કાર્ડ વાંચે અને બીજા વિદ્યાર્થી તે સાંભળીને લખશે. કાર્ડ પુરા થઇ ગયા બાદ વિદ્યાર્થી શિક્ષક પાસે જશે અને ચેક કરાવશે.જુથમાં તમામ બાળકના લેખનમાં કોઈ ભૂલ ન હોય તો શિક્ષક તે જૂથને હસ્તો ચહેરો, ચોકલેટ, સ્ટાર વગેરે સિમ્બોલ આપીને તેઓને વાક્યનું કાર્ડ આપે છે,આવી રીતે જે બાળકો લેખનમાં ભૂલ કરતા હતા તે આ પ્રવૃત્તિ કર્યા બાદ તેનું પ્રમાણ ઓછુ થયું છે.