Discussion Forum Teacher
25-05-2016 : જો આપે શાળામાંઆર્થિક રીતે નબળા બાળકો પોતાનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે કોઈ પ્રવુતિ કરી હોય તો તેનીટૂંકમાં માહિતીજણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનંં નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- “દત્તક બાળક” કાર્યક્રમ અંતર્ગત ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતાં બાળકોને દત્તક લઈ તેમના અભ્યાસને લગતી આર્થિક જવાબદારી શાળાના શિક્ષક અથવા સમાજના કોઈ વ્યક્તિ સ્વીકારે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. (નાથાભાઈ ચાવડા-ભાવનગર-9638466346)
- “અક્ષયદ્રવ્ય પાત્ર” પ્રોજેક્ટ અંતર્ગત શાળાના શિક્ષકો,બાળકો અને ગામલોકો પોતાના શુભ પ્રસંગે અક્ષયદ્રવ્યપ્રોજેક્ટમાં આર્થિક સહાય કરે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકોની શૈક્ષણિક આર્થિક સહાય કરવામાં આવે છે. (ધનેશભાઈશેઠ-સુરેન્દ્રનગર-(971) 472-4300,સીમાબેન વ્યાસ-અમરેલી-9426425542,પ્રજ્ઞેશભાઈ વ્યાસ-પાટણ-9898436946,પ્રવિણભાઈ વણકર-મહેસાણા-9925483938)
- “કન્યાદાન પહેલા વિદ્યાદાન” પ્રોજેક્ટ અંતર્ગત મહિલા મંડળ અને કિટ્ટી કલબની મહિલાઓ વિધાર્થીનીઓના સંપૂર્ણ અભ્યાસની આર્થિક જવાબદારીસ્વીકારીછે.(શિવાંગીબેન શાસ્ત્રી-દાહોદ-9409163860)
- બીજા શિક્ષકોના જવાબ અનુસાર આર્થિક રીતે નબળા બાળકોને સહાય કરવા માટે લોકભાગીદારી અને બાળકોને આર્થિક મદદ સંસ્થા અને શાળામાંપતંગ,રાખડી અને ઘર સુશોભનની વસ્તુ,બાળકીઓને ભરતગુંથણ અને સીવણકામ જેવી વગેરે પ્રવુતિ દ્રારા મદદ કરવામાં આવે છે.
- દિવ્યાંગ બાળકોને તેમની અનુકુળતા મુજબ શાળામાં થતા કાર્યક્રમની જવાબદારી સોંપી બાળકોના ઉત્સાહમાં વધારો કરવામાં આવે છે. (મુકેશભાઈ પઢીયાર-બોટાદ-9601288601)
- શાળાની“બચત બેંક”,”બાળબેંક’ માંબાળકો અને શિક્ષકો નક્કી રકમ જમા કરે છે. આજમા થયેલ રકમ આર્થિક રીતે નબળા બાળકોના શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. (જૈલેશભાઈ સથવારા-પાટણ-9909674744,કેતનકુમાર જોશી-વડોદરા-9909533950,ઠાકરસિંહ ગાબુ-સુરેન્દ્રનગર-9825005211)