Discussion Forum Teacher
25-12-2015 : જો આપને આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રો શાળાની કોઈ પ્રવુતિમાં ઉપયોગી થયા હોય તો તેની ટૂંકમાં માહિતી આપો.
તારણ:
- શાળામાં શિક્ષક આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોની શાળાના શિક્ષક અને એસ.એમ.સી.સભ્યો સાથે મળીને ચર્ચા કરે છે.અને શાળાની સમસ્યાનો નવતર પ્રયોગની મદદથી હાલ કરે છે.-વિનોદસિંહચૌહાણ,જી.ભાવનગર-મનીષકુમાર પરમાર,જી.ભાવનગર-કેયુરભાઈ પટેલ,જી.પંચમહાલ-યોગેશભાઈ મહેતા,જી.કચ્છ-સતીષભાઈ પરમાર,જી.રાજકોટ-અશ્વિનભાઈ નકુમ,જી.ગીર સોમનાથ-અશોકભાઈ જાટીયા,જી.કચ્છ- અશ્વિનભાઈ પ્રજાપતિ,જી.ગાંધીનગર
- શિક્ષકે શાળામાં ધોરણ ૮ માં પહેલો પાઠ પત્રલેખન શીખવવા માટે આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોનો ઉપયોગ કરેલ છે.-કાર્તિકકુમાર સિંગલ,જી.ભાવનગર
- આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રો દ્રારા વાલીઓ ને પણ લાઈબ્રેરીના પુસ્તક ઉપયોગની નવતર પ્રવુતિ જાણી શાળામાં પણ તેનો અમલ કર્યો.-નિશિતાબેન ભટ્ટ,જી.કચ્છ-સંજયભાઈ મોરડિયા,જી.સુરત
- શાળામાં બાળકોની અઠવાડિક વિષયવારપરીક્ષા લઈ પરીક્ષાનું મૂલ્યાંકન કરી બાળકના વાલીઓને મોકલવામાં આવે છે.આ નવતર પ્રયોગ માટે આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોનો ઉપયોગ કર્યો.-રસિકભાઈપટેલ,જી.અમદાવાદ,મનોજભાઈપટેલ,જી.વલસાડ
- શિક્ષકે બનાવેલ નવતર પ્રવુતિ શેર કરવા માટેના તાલુકા અને જીલ્લા સ્તર સુધીના વોટ્સઅપ ગ્રુપમાં આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોના ફોટા શેર કરવામાં આવે છે.અને નવતર પ્રયોગ જાણકારી શિક્ષકોને આપવામાં આવે છે.-શ્રીકાંતભાઈ દેથરીયા,જી.મોરબી
- શિક્ષકે બનાવેલ નવતર પ્રવુતિ શેર કરવા માટેના તાલુકા અને જીલ્લા સ્તર સુધીના વોટ્સઅપ ગ્રુપમાં આઈ.આઈ.એમ.તરફી મળતા પત્રોના ફોટા શેર કરવામાં આવે છે.અને નવતર પ્રયોગ જાણકારી શિક્ષકોને આપવામાં આવે છે.-શ્રીકાંતભાઈ દેથરીયા,જી.મોરબી
- આઈ.આઈ.એમ તરફથી મને મળેલ પત્રનાઉપયોગથીશાળામાં નવતર પ્રવુતિ કરવામાં આવે છે. દરેક વર્ગખંડમાં એક પ્રવૃત્તિ બોર્ડ રાખેલ છે જેમાં વર્ગના બાળકો તેમનીસર્જનાત્મક પ્રવૃત્તિ પ્રદર્શિત કરી શકે.-લક્ષ્મણભાઈ ચૌધરી,જી.પાટણ
- આઈ.આઈ.એમ તરફથી મને મળેલ પત્રના બાળકોના વાંચન માટે નોટીસબોર્ડ પર મૂકવામાં આવે છે. કોઇ વર્ગમાં થયેલ વિશિષ્ટ પ્રવૃતિ કે પ્રયોગ માટે દરેક બાળક તથા શિક્ષકને S.M.C મારફતે આવા અભિનંદન પત્રો આપી સન્માનવામાં આવે છે-શીવાભાઈ સોલંકી,જી.પાટણ