Discussion Forum Teacher
02-03-2015 : શું શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને મુશ્કેલીને દુર કરવા માટે દ્રી-માર્ગીય માહિતીની આપ-લે ની જરૂર છે. આપના માટે કયા પ્રકારની માહિતીની આપ-લે ની જરૂર છે?
તારણ:
- શાળાને લગતી સમસ્યાઓ જે શિક્ષકો અને આચાર્ય અનુભવે છે.
- વહીવટી મુશકેલીઓ નિવારવા માટેની માહિતી.
- શાળામાં બાળકો માટે અને શાળાના વિકાસ માટે કરી શકાય તેવી નવીન પ્રવૃત્તિઓ અંગેની માહિતી.
- શાળા સર્વગ્રાહી મૂલ્યાંકન હેઠળ મૂલ્યાંકન કરવા માટેની ચોક્કસ રીત અંગેની માહિતી.
- અભ્યાસક્રમ અંગેની માહિતીની આપલે.
- નીતિઓના અમલ માટેની માહિતી અને શાળા વિકાસ યોજનામાં કોઈ પ્રકારના ફેરેફાર હોય તો તેને કઈ રીતે અમલમાં લાવવા તે માટે.
- ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડવા માટેની જુદી જુદી પદ્ધતિઓ અંગેની માહિતી.
- જુદી જુદી માર્ગદર્શિકા અને મોડ્યુલ માં જે સુધારા વધારા થયા હોય તેની માહિતી.
- જ્યાં અમલીકરણ થતું હોય શાળા કક્ષાએ તો ત્યાંથી પણ સૂચનો લેવામાં આવે અને પછી જ તેને લગતી કોઈ યોજના બનાવવામાં આવે.
- માસિક અને વાર્ષિક અભ્યાસક્રમની માહિતી, શિક્ષક અને બાળકોની ઉપલબ્ધીઓની માહિતી, વર્ષ દરમિયાનની સહભ્યાસિક પ્રવૃત્તિઓની માહિતી, પ્રોજેક્ટ વર્કની માહિતી, શાળામાં બાળકો માટે ખૂટતી સુવીધાઓ અંગેની માહિતીની આપ-લે, શૈક્ષણિક ઉપ્લબ્ધીઓની માહિતી.