Discussion Forum Teacher
25-06-2016 : આપને શાળામાં ક્યાં ક્યાં પ્રશ્નો નડે છે જેનું નિરાકરણ આપ અત્યારસુધી નથી લાવી શક્યા? કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આપ અહી લખીને જણાવો.
તારણ:
- ૩૬૭શિક્ષકે આપેલ જવાબ અનુસાર શાળામાં નીચે મુજબના પ્રશ્નો છે.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૮૬ શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે બાળકોના માતા-પિતા કામ સ્થળાંતર કરવાને કારણે,બાળકોના ઘરથી શાળા દુર હોવાને કારણે,બાળકોની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે,વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા ન હોવાને કારણે મોટી સંખ્યામાં બાળકો શાળા અનિયમિત અથવા સતત ગેરહાજર રહે છે.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૬૪શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત નથી,વાલીઓની આર્થિક સ્થિતિ સારી નહોવાને કારણે બાળકોને પણ કામ કરવા જવું પડે છે,વાલીઓનવી ટેકનોલોજી સાથે જોડાઈ શાળાના સંપર્કમાં નથી રહેતા અનેવાલીઓ બાળકોના શિક્ષણ પાછળ સમય નથી આપતા.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૬૩શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કેબાળક શિક્ષણ પ્રત્યે જાગૃત નથી,બાળકો હોમવર્ક કરતાં નથી,બાળકો શાળામાં શિસ્તનું પાલન કરતાં નથી,બાળકો વ્યસન કરે છે,બાળકોના મૂળાક્ષર સારા નથી,બાળકોમૌખિકઅભિવ્યક્તિકરી શકતા નથી,બાળકો રીષેસ બાદ શાળાએ આવતા નથી અને બાળકોને યાદ રહેતું નથી.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૪૧શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કેશાળામાં વિવિધ દિવસ અને ઉત્સવોની ઉજવણી,શિક્ષકોને વધારે તાલીમ અને શૈક્ષણિક સિવાયની કામગીરી,બાળકોને ફરજીયાત પાસ કરવા,સરકાર તરફી મળતી સહાયમાં વિલંબ આ કારણે શિક્ષકને બાળકોને ભણાવવા માટે સમય મળતો નથી.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૨૮શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે વાલીઓ કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃત નથી,વાલી કન્યાને પ્રાથમિક શિક્ષણ બાદ ભણાવતા નથી,અમુક સમાજની કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પણ મળતું નથી.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૨૩શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે શાળામાંભૌતિક સુવિધામાં પીવાનું પાણી,શાળામાં રમવાનું મેદાન,શાળાના મેદાન ફરતે દીવાલ,વર્ગખંડનીઅછત,શાળામાં કમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબનો અભાવ છે.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૧૯શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કેશાળાની આજુબાજુના વિસ્તારના લોકોનો અસહકાર,શાળાની એસ.એમ.સી જાગૃત નથી અને શાળાને લોક અથવા વાલી સહકાર મળતો નથી.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૧૭શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે શાળામાં શિક્ષકોની ઘટ,શિક્ષકનો નવી ટેકનોલોજી પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે અરૂચી,આચાર્યઅને શિક્ષકો વચ્ચેસંકલન નથી,શાળા અને એસ,એમ.સી વચ્ચે સંકલન નથી.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૧૬ શિક્ષક જણાવે છે તેમની શાળા કોઈ પ્રશ્ન નથી અથવાતેમણેશાળામાં નડતા પ્રશ્નનોનું સમાધાન મેળવેલ છે.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૮ શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે બાળકોને અંગ્રેજી,ગણિત.અને વિજ્ઞાન વિષય સમજવામાં અઘરા પડે છે.
- ૩૬૭ શિક્ષકે આપેલ જવાબમાંથી ૪શિક્ષકોના મતે શાળામાં એ પ્રશ્ન છે કે બાળકો મધ્યાહન ભોજન જમતા નથી.