Discussion Forum Teacher
25-08-2016 : જો આપે આપની શાળામાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કાર્ય કરેલ હોય અને વિધાર્થીઓને તેનાથી શું ફાયદો થઈ રહ્યો છે તો તે જણાવો.
તારણ:
- શાળાનાવૃક્ષનીનીચેલોકસહકારથીબાંકડાઓમુક્યા. રીસેસનાસમયેબાળકો લાઈબ્રેરીના પુસ્તકોનું વાંચન કરે છે તેથી તોફાનની ફરિયાદો ઘટી અને બાળકોમાંવાંચન પ્રત્યે રસ વધ્યો છે.(બળવંતકુમાર સોલંકી-બોટાદ-9879398165)
- શાળાના આંગણમાં ૧૦૦થી વધારે વુક્ષો શાળા અને ગામલોકોના સહકારથી ઉગાડવા આવ્યા છે.વિધાર્થીઓને કુદરતી વાતાવરણ મળવાથી વિધાર્થીઓ રસપૂર્વક પ્રવુતિ સાથે શિક્ષણ મેળવે છે.(આકાશભાઈ દવે-અમરેલી-9426732630)
- “રુમઝુમ ૨૦૧૬ ” અંતર્ગત શાળામાં વાર્ષિક કાર્યક્રમમાં શાળાએ ગામલોકો અને દાતાઓ પાસેથી ૭૦,૦૦૦ નું દાન મેળવી શાળાને જરૂરી ભૈતિક સુવિધાઓ મેળવી.(નિકુંજભાઈ ભુત-ગીરસોમનાથ -9714480964)
- શાળામાં હિન્દી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.આ દિવસે શાળામાં હિન્દી ભાષામાં વાતચીત,ટુકા એક પાત્ર્ય અભિનય અને નાટક હિન્દીમાં ભજવવામાં આવ્યા.ધોરણ ૬ થી ૮ ના બાળકોને ફરજીયાત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું.સાથે વાલીઓને પણ શાળામાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું.આ રીતે લોકફાળો મેળવી શાળામાં બાળકોને ભૌતિક સુવિધા પૂરી પાડવામાં આવી.(અમિતકુમાર સોની-મહેસાણા-9510209616)
- “દત્તક વુક્ષ” અંતર્ગત બાળકો,શિક્ષકો,એસ.એમ.સી. સભ્ય અને ગામલોકો દ્વારા શાળાના આંગણમાં રહેલા વુક્ષો દત્તક અલી તેની સારસંભાળ રાખવા આવે છે.આ રીતે શાળાના બાળકોને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.(મિતુલકુમાર પટેલ-પાટણ-9724641090)
- શાળામાં વિષયવાઈઝ વર્ગ વ્યવસ્થાકરવામાં આવી જેમાં બાળકો વર્ગ બદલીને અભ્યાસ કરતા.જેમાં વિજ્ઞાનનો વર્ગ,ગણિતનો વર્ગ,સમાજીક વિજ્ઞાનનો વર્ગ,ભાષાનો વર્ગ વગરે વર્ગમાં રસ પૂર્વક આભ્યાસ કરતા.આ વર્ગ બનાવાવા માટે શાળા પુસ્તકાલય અને દાતાઓના દાનનો ઉપયોગ કરવામાં આવતો.(ભગુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર-9737158303)
- "મારો કાગળ મારું ન્યૂઝપેપર" અંતર્ગત દરેક વર્ગમાં એક બોક્ષ રાખવામાં જેમાં દરેક બાળક પોતાનો નકામો કાગળ ડૂચોવાળ્યા વગર આ બોક્ષમાં નાખે છે.જે વર્ગમાં ઓછામા ઓછા કાગળ હોય તેમને શ્રેષ્ઠ વર્ગ જાહેર કરવામાં આવેછે.આ કાગળમાથી શાળામાં નિયમિત ન્યુઝ પેપર આવે છે.( રમેશકુમારખંભાળિયા-બોટાદ-9714486053)
- ગામમાં કોઈ લગ્ન પ્રસંગ દરમિયાન ગામલોકોને શાળાની જરૂરિયાત કહી ભૌતિક સુવિધાઓ માટે દાન મેળવીએ છીએ.(જિતેન્દ્રભાઈ કનેજિયા-ભાવનગર-9879356515)