Discussion Forum Teacher
25-09-2016 : તારીખ ૨૫ જૂન ૨૦૧૬ ના રોજ શાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પુછવામાં આવેલ હતો. તે અંતર્ગત શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ સમસ્યાઓમાંથીઆઠમાં ક્રમની મુખ્ય અને સૌથી વધુ શાળામાં જોવા મળતી સમસ્યા છે કે શાળામાં શિક્ષકોની ઘટ,શિક્ષકની નવી ટેકનોલોજી પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે અરુચિ, આચાર્ય અને શિક્ષકો અને શાળા અને એસ.એમ.સી.વચ્ચે સંકલન નથી.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- શાળા અને એસ.એમ.સી.સભ્યો વચ્ચે સંકલન મજબુત કરવા માટે શાળામાં દર મહિનાની ૧લી તારીખે એસ.એમ.સી.મીટીંગ નું આયોજન કરવામાં આવે છે તથા એક મહિના ની અંદર શાળા અને બાળકો દ્વારા કરેલ કામો તથા પ્રગતિ અને જરૂરિયાત વિષે ચર્ચા કરવામાં આવે છે.સાથે સાથે શાળા દ્વારા એક વ્હોટસ એપ(Whats app) , ફેસબુક(facebook) જેવા સોસીઅલ માધ્યમમાં ગ્રુપ તથા પેજ બનાવીને શાળાની માહિતી ગામના લોકો તથા એસ.એમ.સી.સભ્ય સુધી પહોચાડવામાં આવે છે તથા શાળામાં મળતી સરકારી ગ્રાન્ટ ક્યાં વાપરવી તે બાબતની ચર્ચામાં એસ.એમ.સી. સભ્યોની મદદ લેવામાં આવે છે.(દેસાઈ નાગજીભાઈ-બનાસકાંઠા-8758363490,વણકર પ્રકાશભાઈ-સાબરકાંઠા-9427884557, સુથાર મનીષભાઈ-ખેડા-9099172177, વાઘેલા ડુંગરસિંહ-કચ્છ -8128438232, વેકરીયા દીપકભાઈ-રાજકોટ-9228165407, વણકર પ્રવીણભાઈ-અમદાવાદ-9925483938, વ્યાસ સીમાબેન-અમરેલી-9426425542, ભેસાણીયા પ્રવીણભાઈ-જુનાગઢ-9426775635)
- શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકો પોતાનો અભ્યાસ કરવામાં મુશ્કેલી થતી હતી પણ આ સમસ્યા દુર કરવા માટે ગામના જ ભણેલ-ગણેલ દીકરા-દીકરીને માનદ વેતન આપીને શાળામાં દાખલ કર્યા.(મચ્છોયા પ્રવીણભાઈ-ભરૂચ-9909505011, દવે તેજસભાઈ-ગાંધીનગર-9824553668, પરમાર અશોકભાઈ-કચ્છ-9427249362, પટેલ રાહુલભાઈ-અરવલ્લી-9429209542)
- શિક્ષકોને નવી ટેકનોલોજી વર્ગખંડ સુધી કઈ રીતે લઇ જવી તેની CRC અને BRC કક્ષાએ તાલીમ દ્વારા તથા શાળાની અંદર વિષય મુજબ જે સહાયક સામગ્રી ઓન-લાઈન(INTERNET) માં છે તેને ડાઉનલોડ કરીને વર્ગખંડમાં બતાવીને બાળકોના પરિણામમાં આવેલ સુધારા અંગે માહિતી બીજા શિક્ષકોને આપી અને તેઓ પણ પોતાના વર્ગખંડમાં આ પ્રવૃત્તિ શરુ કરે તે માટે પ્રોત્સાહિત કર્યા.(વોરા માર્મિકકુમાર-અરવલ્લી-9427470078, સુથાર નીનાબેન-સાબરકાંઠા-9016124311, મોગલ ઈમરાનભાઈ-પાલનપુર-9624831196, વાઢેર ભવદીપભાઈ-જુનાગઢ-9727069993, પટેલ પ્રગ્નેશભાઈ-નવસારી-9879620460, જોશી કેતનભાઈ-વડોદરા-9909533950, પટેલ અશ્વિનભાઈ-બનાસકાંઠા-9925318410)