Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-11-2016 : :“શરદોત્સવ”(દિવાળી કેમ્પ) જોધપુર પ્રાથમિક શાળા નં.૧,અમદાવાદ માંદિવાળી વેકેશન દરમિયાન તારીખ ૭ નવેમ્બર થી ૧૭ નવેમ્બર સુધી શાળાના મુખ્ય શિક્ષકપ્રતાપભાઈ ગેડિયા અને સાથી શિક્ષકોના સહકારથીશરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શરદોત્સવ દરમિયાન બાળકો શાળાએ આવીસવારમાં યોગ-પ્રાણાયામ કરે છે.ત્યાબાદ સર્જનાત્મક પ્રવુતિમાં વેસ્ટ માંથીબેસ્ટ,કોડિયા શણગાર,ગિફ્ટ કાર્ડ જેવી વગેરે પ્રવુતિ સાથે મુલ્ય શિક્ષણ મળી રહેતેવી પ્રવુતિ કરાવવામાં આવે છે.શાળામાં બાળકોને ક્રિકેટ,ટેનિસ,વોલીબોલ અનેફુટબોલ જેવી રમતો પણ રમાડવા આવે છે.આ રીતે શાળા બાળકો વેકેશનના સમયમાં શાળા અનેશિક્ષણ સાથે જોડાયેલા રહે તેવી પ્રવુતિ કરવામાં આવે છે. આપના દ્વારા બાળકો વેકેશનના સમયમાં શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટેકરેલ પ્રવુતિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે શિક્ષકનું નામ અને મોબાઈલ નંબરપણ આપેલ છે.
  • શાળાના ધોરણ 8 ના બાળકોના જુથ પાડી વેકેશન દરમ્યાન શાળાના આસપાસનાવિસ્તારના લોકોમાં પાન-મસાલા અને તમાકુથી થતા રોગોની જાણકારી આપી તેનાથી દુર રહેઅને તેનુ સેવન ન કરે તેની સમજુતી આપવામાં આવી.જેનાથી બાળકોમાંસામાજિક સમરસતાકેળવાય.પોતાની વાત અભિવ્યક્ત કરવાની ક્ષમતાકેળવાય.બાળક પોતે પણ ભવિષ્યમાં તેનો ઉપયોગ કે સેવન ન કરે.(મનાલીબેનપટેલ-જામનગર-9428667469)
  • " મારીડાયરી મારા હાથે" અંતર્ગત વેકેશન દરમ્યાન બાળકે કરેલ પ્રવૃત્તિ અને દિનચર્યા લખવા આપવામાં આવી.જેથી બાળકો વેકેશન દરમિયાન શિક્ષણ સાથે જોડાયેલ રહે.(રમેશચંદ્ર પટેલ-ભરૂચ-9426859056)
  • “દિવાળી કેમ્પ”અંતર્ગતશાસ્ત્રી શિક્ષક મહાસંઘના સહકારથી પાંચ દિવસના દિવાળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ દિવાળી કેમ્પમાં સંગીતસ્પર્ધા,ચિત્રસ્પર્ધા,રમોત્સવ,લેખનસ્પર્ધા,વકૃત્વસ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરી બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવામાં આવ્યા.(સુરેશકુમાર ઠક્કર-પાટણ-9825504972)
  • “કબડ્ડી કેમ્પ” અંતર્ગતવેકેશન દરમિયાન શાળામાં કબડ્ડીસ્પર્ધાનુંઆયોજનકરવામાંઆવ્યું. આકબડ્ડી કેમ્પમાંશાળાના બાળકોએ અનેકન્યાઓએ વધુ પડતો ભાગ લીધો.વિજેતા ટીમને લોકસહકાર દ્વારાપ્રોત્સાહિતકરવામાં આવ્યા.આ રીતે બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આવ્યો.(ઉત્પાલકુમાર કુલકર્ણી-બનાસકાંઠ-9898365955)