Discussion Forum Teacher
05-12-2016 : પ્રશ્ન:આપ શિક્ષક દ્વારા શાળાના ભૂતપૂર્વ વિધાર્થી કે શિક્ષિત ગામલોકોના સહકારથી વર્તમાન વિધાર્થીના શિક્ષણમાં સુધારો કરવા કરેલ પ્રવુતિ અને તેનું પરીણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલ છે.
- “વાલીશાળા” અંતર્ગત શાળા જેવી જ શાળા સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન નક્કી થયેલ એક વાલીના ઘરે ૧ થી ૫ અને બીજા વાલી ઘરે ૬ થી ૮ ધોરણના વર્ગ ચાલે છે.વાલી શાળામાં શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ,શાળા શિક્ષકો,વિશેષ કૌશલ્ય ધરાવતા વાલીઓ દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે.દર મહિના બે વખત ગામના ચોરે મહાશાળાનું આયોજન કરવામાં આવે છે.આ મહાશાળામાં વાલીશાળામાં ૧૫ દિવસ દરમિયાન થયેલ કામગીરી,બાકીના ૧૫ દિવસની કામગીરીનું આયોજન અને વાલીશાળામાં નડતી મુશ્કેલીનું સમાધાન કરવામાં આવે છે.વાલી શાળા માટે જગ્યાનું સ્થળ(વાલીનું ઘર) દર ૧૫ દિવસે બદલવામાં આવે છે.આ રીતે ભૂતપૂર્વ વિધાર્થી કે શિક્ષિત ગામલોકોના સહકારથી વર્તમાન વિધાર્થીના શિક્ષણમાં સુધારો કરવામાં આવે છે.(પુજાબેન પ્રવીણભાઈ પૈજા-રાજકોટ- 9825424661),(ગૌતમભાઈ જયશુખલાલ ઇન્દ્રોડીયા-રાજકોટ- 9426516945)
- શાળાના ભૂતપૂર્વ વિધાર્થી કે શિક્ષિત ગામલોકોના ખેતરનો ઉપયોગ શિક્ષણમાં કરવામાં આવે છે.આ ખેતરે બાળકોને લઈ જઈ પાકની વાવણી,કાપણી,ખાતર,ઋતુ અનુસાર પાકનું વાવેતર,ખેતીના ઓજારો,જમીનના પ્રકારો,પાકોની વિશેષતા અને પાકોમાં થતા રોગ અને પર્યાવરને લગતી શિક્ષણમાં ઉપયોગી માહિતી બાળકોને આપવામાં આવે છે.( રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર-બનાસકાંઠા- 9726658508)
- શાળામાં ધોરણ ૮ પાસ કરી જનાર કન્યાઓનું લિસ્ટ બનાવવામાં આવે છે. જે કન્યા આર્થિક કારણોસર આગળ અભ્યાસ ન કરી શકે તેના વાલીને સમજાવી શાળાના ભૂતપૂર્વ વિધાર્થી,શિક્ષિત ગામલોકો કે શાળા પરિવાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે.(પ્રજ્ઞેશભાઈ પટેલ-સુરત- 7046741314)
- “ટોળીનાયક” અંતર્ગત ચાર ફળિયા વાઇઝ ટોળીનાયક બનાવેલ છે. તે ટોળીનાયક તેના ફળિયાના તમામ બાળકોને દરરવિવારે એક કલાક ભણાવે.ટોળીનાયકને શિક્ષક દ્વારા શું અને કેવી રીતે ભણાવવું તેની માહિતી આપવામાં આવે છે. આ પ્રવૃતિનુ મૂલ્યાંકન કરવા સપ્તાહમા એકવાર ટોળીનાયક દ્વારા ભણાવેલ મુદાને અનુલક્ષી કસોટી લેવામાં આવે છે.(પિન્ટુબેન બાપુજીભાઈ પટેલ-દાહોદ- 8980590917)
- “દત્તક યોજના” અંતર્ગત શાળાના ભણવામાં હોશિયાર બાળકો ભણવામાં નબળા બાળકોને દત્તક લે છે.દરરોજ નક્કી કરેલ એક શિક્ષકની હાજરી શાળા સમય પહેલા એક કલાક પહેલા આવી હોશિયાર બાળકો ભણવામાં નબળા બાળકોને ભણાવે છે.(આશાબેન કોટેચા-જામનગર- 9099459287)
- "શાળા મિત્ર મંડળ" અંતર્ગત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષિત અને વિશેષ કૌશલ્ય ધરાવતા ગામલોકો અને શાળા પરિવારનું મંડળ બનાવવામાં આવ્યું છે. આ મંડળ આખ્યાન, ક્રિકેટ મેચ, પ્રસંગોપાત મળેલા દાન વગેરે આવકના સાધનો ઉભા કરીને શાળાની ઘટતી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.તેમજ જરૂરીયાતમંદ બાળકોને આર્થિક સહાય કરે છે.(કરણસિંહ મોરી-ભાવનગર- 9737807621)