Discussion Forum Teacher
05-02-2017 : પ્રશ્ન:- શાળા સમયબાદ વિદ્યાર્થીઓ ગુણવત્તા યુક્ત શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપનાર શિક્ષકની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- શાળા સમય બાદ બાળકો શાળામાં જ સમય પસાર કરે તે હેતુથી ૬૦% શાળાના શિક્ષકો કે જેમને પોતાનો અભિપ્રાય આપ્યો છે તેઓના મત મુજબ બાળકોને રમત-ગમત , ગૃહકાર્ય તેમજ ક્વીઝનું આયોજન શાળા સમય પૂરો થાય બાદ કરે છે અને બાળકોને શાળા સાથે જોડાયેલા રાખે છે. આ પ્રવૃત્તિ નું પરિણામ એ મળ્યું કે બાળકો શાળા સમય પત્યા પછી જે રખડવા જતા રહેતા તે બંધ થયા, અલગ અલગ રમતો રમતા થયા તેમજ ક્વોલીટી ઓફ એજ્યુકેશન વધ્યું.
- બાળકો શાળામાંથી છુટી જાય પછી બાળકો ઘરે પહોચીને એક ખૂણામાં દફતર ફેકીને મિત્રો સાથે રમવા જતા રહે છે અથવા તો રખડવા જતા રહે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ૭૦% શાળાના શિક્ષકો દ્વારા એક “શેરી શિક્ષણ” અને “ઘર શાળા”નું આયોજન કરેલ છે, જેમાં ગામના શિક્ષિત લોકો, એસ.એમ.સી.સભ્યો, મોટા ધોરણના હોશિયાર વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને શિક્ષશકોનો સમાવેશ કરવામાં આવ્યો અને મહોલ્લા-શેરી પ્રમાણે રહેતા વિદ્યાર્થીના ગ્રુપ પાડવામાં આવે છે અને આ ગ્રુપ ગામના શિક્ષિત લોકો, એસ.એમ.સી.સભ્યો, મોટા ધોરણના હોશિયાર વિદ્યાર્થીઓમાંથી કોઈપણ એક વ્યક્તિના ઘરે એકઠાં થઈને પોતાનું ગૃહકાર્ય કરે છે અને પોતાને ન આવડતું હોય તેવા વિષય એકબીજા સાથે ચર્ચા કરીને તેનો હાલ કાઢે છે. પરિણામે બાળકો પોતાના મિત્રો સાથે જ રહીને અભ્યાસિક પ્રવૃત્તિ કરતા થયા અને આમ રમતની સાથે ગણતર મેળવતા થયા.
- શાળા સમય બાદ શાળામાં જ “ઓપન લાયબ્રેરી”નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકને જોઈએ એ પુસ્તક લઈને વાંચી શકે છે.(હનીફ્શા બેલીમ-સુરેન્દ્રનગર-૯૭૨૪૧૬૩૦૬૬,કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર-૮૧૪૧૬૭૧૭૭૮)
- શાળા સમય બાદ કોમ્પુટર વર્ગ ૧.૫ વર્ષથી ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં શાળા સમય બાદ ૧-૧ કલાક ધોરણ ૫ થી ૮ ના બાળકોને એક શિક્ષકની દેખરેખ નીચે કોમ્પુટરમાં અંગ્રેજી-ગૂગલ ગુજરાતી ટાઇપીંગ શીખવાડવામાં આવે છે.જે બાળક આજે આવ્યો હોય ફરીથી તેનો વારો એક અઠવાડિયા પછી આવે છે.(સંજયભાઈ ઓઝા-ગીરસોમનાથ-૯૪૨૮૧૮૭૯૪૩)
- “સ્વામી વિવેકાનંદગૃપ ઘરશાળા” અંતર્ગત શાળાના બાળકો ગામમાં એક જગ્યાએ ભેગા થઈને ગૃહકાર્ય કરતા, આ ઘરશાળામાં હાઇસ્કુલના બાળકો પણ આવે તે હેતુથી દર રવિવારે બાળફિલ્મ બતાવવામાં આવે છે જેથી સારૂ એવું પરિણામ અને સંખ્યા મળી છે.(હિરેનભાઈ સંઘાણી-બોટાદ-૯૯૦૪૯૯૪૨૯૪)
- શાળા સમય બાદ બાળકો હજુ પણ થોડું વધારે શીખે તે હેતુથી શાળામાં એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સાથે સાથે કોમ્પીટીટીવ પરીક્ષા જેવી કે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિની હિન્દી પરીક્ષાઓ, ગુજરાત વિદ્યાપીઠની જોડણી સૂધાર પરીક્ષા, ગાયત્રી પરિવાર ટ્રસ્ટની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોર્ડની શિષ્યવૃત્તિ પરીક્ષા, ઉપરાંત સ્થાનિક પ્રશ્ર્નોત્તર પરીક્ષાઓ માટેનું કોચિંગ આપવામાં આવે છે.(અરવિંદભાઈ રાઠોડ-ભાવનગર-૯૫૧૦૧૮૩૭૮૩,યોગેશભાઈ સીતાપરા-નવસારી-૯૦૩૩૫૨૪૧૫૪, જગદીશભાઈ રાણોદર-પાટણ-૯૪૨૭૩૯૫૭૪૫,હરેશભાઈ ગુજર-સુરેન્દ્રનગર-૯૪૨૭૪૯૫૮૫૩,પ્રશાંતભાઈ કરણીયા-અમરેલી-૯૬૮૭૨૨૭૦૦૭,હર્ષભાઈ ગુર્જર-સુરેન્દ્રનગર-૯૪૨૭૪૯૫૮૫૩)
- બાળકો ઘરે જઈને પણ શાળા સાથે સંકળાયેલા રહે તે હેતુથી ગ્રુપમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે. બાળકો શાળા સમય બાદ શાળામાં જ પ્રોજેક્ટની કામગીરી વિષે વાતચીત તેમજ પ્રોજેકને લાગતું કામ કરે છે સાથે સાથે તેઓ પોતાના ઘરે પણ ગ્રુપમાં કામ કરે છે, પ્રવૃતિનું પરિણામ એ મળ્યું કે બાળકો પોતાની જાતે વિષયવસ્તુ પર વિચારતા થયા અને તેને જોવાનો અંદાજ બદલાયો.(એસ.એમ.પરમાર-વડોદરા-૭૩૮૩૦૦૮૧૦,ચેતનભાઈ શાહ-અમદાવાદ-૯૮૨૪૦૧૧૭૩૧, કરશનભાઈ મોરી-ભાવનગર-૯૭૩૭૮૦૭૬૨૧)