Discussion Forum Teacher
25-02-2017 : પ્રશ્ન:- શાળા નવસર્જન માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- સામાજિક વિજ્ઞાન વિષય લાંબા સમય સુધી બાળકોને યાદ રહે તે હેતુથી શાળાના કોમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટ કનેક્શન થકી શીખવાડવામાં આવે છે. બાળકો દ્રશ્ય-શ્રાવ્ય સાધન થકી કરેલ અભ્યાસ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે તે શાળામાં લેવાતી ટેસ્ટ પરથી ખ્યાલ પડ્યો.(કિશોરભાઈ-ભાવનગર-૯૦૧૬૧૭૨૬૭૬)
- શાળામાં જરૂરી એવા બદલાવ, નવી યોજનાનો અમલ અને યોગ્ય નિર્ણય લેતા પહેલા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી, એસ.એમ.સી.સભ્ય તથા ગામના લોકોને સમયાંતરે મીટીંગ બોલાવીને ઉપરોક્ત બાબત ચર્ચા કરવામાં આવે છે તથા આ નિર્ણય બાળકોને કઈ રીતે અસર કરશે તેની પણ ચર્ચા કરવામાં આવે છે તેમજ શાળામાં જોઈતું ફંડ અને જરૂરી એવી મદદ પૂરી પાડવા સહમત થાય છે.(રોહનભાઈ પટેલ-મહેસાણા-૮૧૫૩૦૮૧૦૧૧,ઉષાબેન દીક્ષીત-ભાવનગર-૯૪૨૬૪૫૫૮૪૮,પ્રદીપભાઈ ભટ્ટ-ભાવનગર-૯૪૦૮૨૦૫૯૫૯, વસંતદાન ગઢવી-૯૫૮૬૦૦૬૬૯૯, દિપાલીબેન મહીડા-આણંદ-૯૪૦૮૮૬૫૧૯૬)
- એક શાળાની બાજુમાં જ મોટી ખાડ(ખાડો) હતો, શાળામાં કોઈ દીવાલ ના હોવાથી બાળકો માટે જોખમી હતું આથી શિક્ષક દ્વારા વારંવાર ગ્રાન્ટ માટે પ્રક્રિયા કરેલી પણ નિષ્ફળતા મળેલી, શિક્ષકે ગામના લોકો તેમજ દાતાને આ બાબત ધ્યાન દોર્યું અને ગામ તેમજ દાતાના ફાળાના સહારે શાળામાં દીવાલ થઇ છે તેમજ બાળકોની ખાડામાં પડી જવાની શક્યતા ઓછી થઈ છે.(અનિલભાઈ મકવાણા-સુરેન્દ્રનગર-૯૯૭૯૦૦૨૦૦૨)
- ગામમાં ZEROX મશીન હતું નહિ. આથી ગામના લોકોને ZEROX નું કામ હોય કે પછી શાળાના વહીવટી તેમજ શૈક્ષણિક પેપરનું ZEROX કાઢવાનું કામ હોય, બધું જ કામ પૂર્ણ કરવામાટે ગામ થી દુર આવેલ ગામમાં જવું પડતું.આ સમસ્યાનો અંત વાલીસંમેલનમાં ગામના લોકોને આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી. વાલીસંમેલનના ફાળા થકી શાળામાં એક ZEROX મશીન લીધું જેનો ઉપયોગ શાળા તેમજ ગામના લોકો કરે છે.(અશ્વિનભાઈ નકુમ-ગીરસોમનાથ-૭૮૭૪૦૭૮૭૬૨)
- શાળાના બાળકો પણ પ્રાઇવેટ શાળાના બાળકોની જેમ જ ડીજીટલ કલાસ રૂમ વડે ભણે તે હેતુથી ગામના લોકો તેમજ દાતા ના સહયોગ વડે શાળામાં એક ડીજીટલ ક્લાસનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં કોમ્પ્યુટર, પ્રોજેક્ટર તેમજ જરૂરી એવી ઈ-શૈક્ષણિક મટીરીયલ(CD,DVD,PENDRIVE, EDUCATIONAL SOFTWARE, ETC..) ઉપલબ્ધ કરાવ્યું જેથી બાળકો ડીજીટલ પદ્ધતિથી અભ્યાસ કરી શકે.(સેવક્ભાઈ ચૌધરી-વડોદરા-૭૮૭૪૦૬૩૬૪૬, કુલદીપભાઈ ચૌહાણ-ખેડા-૯૪૨૮૩૧૪૯૦૪, સંજયભાઈ મેદપરા-અમરેલી-૯૮૭૯૩૫૭૯૨૩, નીકુલભાઈ સથવારા-મહેસાણા-૯૭૨૫૧૨૫૬૦૬, કાન્તિલાલ મકવાણા-જામનગર-૯૭૨૪૭૫૪૦૫૪, જલાલુદીન વોહરા-અમદાવાદ-૯૮૯૮૩૭૩૭૫૫)