Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-03-2017 : પ્રશ્ન :- વિદ્યાર્થીઓ સરળતાથી ઘડિયા શીખી શકે તે માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ :- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • પ્રશ્નનો જવાબ આપેલ કુલ શિક્ષકમિત્રો માંથી ૧૨૦ શાળામાં પ્રાર્થનાસભામાં સમુહમાં ઘડિયા ગાન તેમજ પ્રાર્થનાખંડમાં હાજર ગમેતે ધોરણના વિદ્યાર્થીને ઉભા કરીને ઘડિયા પૂછવામાં આવે છે. ઘડિયાગાન ની સાથે સાથે ઘણી શાળામાં ઘડિયામાંથી વચ્ચેની રકમ પૂછવામાં આવે છે અને જેને ના આવડે તેને ૨ વાર ઘડિયા લખવા દેવાની સજા આપવામાં આવે છે. અમુક શાળામાં આ જ પ્રક્રિયા પ્રાર્થનાખંડની જગ્યાએ શાળા છૂટવાના સમયે બધા ધોરણને સમુહમાં ભેગા કરીને ઘડિયાગાન તેમજ જે વિદ્યાર્થીને પહેલા ઘડીયો આવડે અથવા તો પૂછેલ ઘડીયાની રકમનો ગુણાકાર સાચો બોલે તેને પહેલા ઘરે જવા દેવાની પધ્ધતિ કરવામાં આવી રહી છે. આ પધ્ધતિથી બાળકો ઘરેજવાની ઉતાવળ હોવાથી ઘડિયા પણ જલદી જલદી શીખતા થયા છે.
  • પ્રશ્નનો જવાબ આપેલ કુલ શિક્ષકમિત્રો માંથી ૭૦ શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં બેસતાની સાથે ઘડિયાગાન કરવામાં આવે છે.બાળકો સમુહમાં ઘડિયા બોલતા હોવાથી તેમને ઘડિયા બોલવાનો પણ કોન્ફિડન્સ આવે છે.
  • ઘણીવાર બાળકો જયારે ઘડીયાની જરૂરિયાત હોય ત્યાં સુધી જ ઘડિયા યાદ રાખે છે અને પછી ના સમયમાં તમે એને પૂછો એટલે મહદ અંશે જવાબ ખોટો દેતા હોય છે આ વાત પરથી ખબર પડી કે બાળકો ઘડિયા શીખવા માટે ગોખણપટ્ટી કરે છે તેમજ તેમને પાયાનું ગણિત કાચુ હોય છે, આ સમસ્યા અટકાવવા માટે બાળકોને ઓરલ તેમજ વૈદિક ગણિતની રીત વડે શીખવાડવામાં આવે છે જેમાં તેમને સરવાળા, ગુણાકાર, ભાગાકાર તેમજ બાદબાકી શીખવાડવામાં આવે છે. દા.ત.(૧) 2+2=4,4+2=6,6+2=8,8+2=10,10+2=1૨ (૨) 2+2+2+2+2+2= 6 time 2 = 2*6=12 (રુજુતાબેન મેહતા-જુનાગઢ-૭૫૭૨૮૪૩૯૪૦,સરીતાબેન ભદોરિયા-અમદાવાદ-૮૧૪૧૮૮૭૨૭૩, કમલેશભાઈ રોહિત-છોટા ઉદયપુર-૮૯૮૦૬૮૧૬૮૩,હર્ષાબેન જાદવ-તાપી-૯૪૨૭૪૭૨૫૮૬,ભગુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર-૯૪૨૭૫૫૨૧૨૫,પૂજાબેન-કચ્છ-૯૪૨૭૫૬૭૦૩૪)
  • બાળકો શાળામાં દાખલ થતાની સાથે ઘડિયા જુવે, શીખે તેમજ તેમનું મનન કરે તેહેતું થી શાળાની દીવાલ, પીલ્લર, ક્લાસરૂમની દીવાલ પર ઓઈલ કલરથી ઘડિયા લખવામાં આવ્યા છે.(જયશ્રીબેન મકવાણા-રાજકોટ-૭૬૨૨૦૧૬૩૫૪, મનોજભાઈ સુથાર-બનાસકાંઠા-૯૦૯૯૨૦૬૮૦૦,રમેશભાઈ સેતા-ભાવનગર-૯૮૨૪૮૧૯૬૫૬)
  • શાળા છૂટવાના સમયની ૧૦ મિનીટ પહેલા બાળકોના જૂથ પાડીને ઘડીયાને લગતી પઝલ તેમજ ક્વીઝ રમાડવામાં આવે છે.(અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર-૮૮૬૬૬૫૫૮૬૧,રમેશચંદ્રભાઈ-અંકલેશ્વર-૯૪૨૬૮૫૯૦૫૬)
  • બાળકોને ઘડિયા શીખવાડવા માટે વિદ્યાર્થી પ્રમાણે ઘડિયા કાર્ડ બનાવવામાં આવ્યા છે.(આનંદભાઈ ભુવા-મોરબી-૮૯૦૫૧૭૫૯૬૨,ગૌતમભાઈ ઇન્દ્રોડીયા-રાજકોટ-૯૪૨૬૫૧૬૯૪૫,બાબુભાઈ મોર-કચ્છ-૯૯૨૫૬૪૦૩૩૮,પૂજાબેન પૈજા-રાજકોટ-૯૮૨૫૪૨૪૬૬૧)
  • કોમ્પુટરમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી બાળકોને ઘડિયા સંગીત તેમજ અભિનય સાથે શીખવાડવામાં આવે છે. બાળક દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી શીખેલું લાંબા સમય સુધી યાદ રહે છે.(નીનાબેન સુથાર-સાબરકાંઠા-૯૦૧૬૧૨૪૩૧૧)
  • શાળામાં હાજરી પુરતી વખતે “યસ સર” ની જગ્યાએ બાળક “૨*૧=૨,૨*૨=૪..વિગેરે) બોલે છે, બાળકને આગળના દિવસે કહી દેવાય છે કે કાલે કયા ઘડીયાની મદદ વડે હાજરી પુરવામાં આવશે.(સાગરભાઈ સખીયા-અમરેલી-૯૦૯૯૭૦૨૪૪૯)