Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-04-2017 : પ્રશ્ન:- શાળાના પુસ્તકાલયના પુસ્તકનો વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા ઉપયોગ કરે તે માટે આપે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • એસ.એસ.એ. તેમજ સરકાર તરફથી શાળામાં પુસ્તકો તો અપાય છે પરંતુ તેનો ઉપયોગ બાળકો દ્વારા બહુ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. કુલ જવાબ આપેલ શિક્ષકમિત્રો માંથી ૨૬૦ જેટલા શિક્ષકો એ શાળાના પુસ્તકાલયને થોડું અલગ રીતે રજુ કર્યું જેમકે ખુલ્લી પુસ્તકાલય, વાંચન કોર્નર,પુસ્તકાલય ઓપન ફોર ઓલ અને પુસ્તક પેટી વગેરેમાં વાર્તાના પુસ્તકો, વિષયવસ્તને લાગતું સાહિત્ય, સામાન્યજ્ઞાનની ચોપડીઓ તેમજ વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રોજેક્ટ રાખીને બાળકોમાં વાંચનની ભૂખ જગાડી છે.
  • બાળકો ને પુસ્તકો કબાટ કે ટેબલ પરથી લઈને પુસ્તકો ને બાળકોની વય, ધોરણ અને વિષયવસ્તુ મુજબ વર્ગીકરણ કરીને શાળાના જ ભાવાવરણમાં આવેલ શાળાના વર્ગખંડ, લોબીમાં(ઓસરી), મેદાનમાં અને રમતગમતના સાધનો તેમજ વૃક્ષો પર ટેબલ પર અથવા તો દોરી બાંધીને પુસ્તકો ,લટકાવવામાં આવે છે જ્યાં બાળકો સરળતાથી પહોચીને વાંચી શકે આ પુસ્તકો દર અઠવાડિયે બદલવામાં આવે છે જેથી કરીને બાળકોમાં ઉત્સાહ અને કઈક નવું જાણવાની જીજ્ઞાશા જાળવાય, સાથે સાથે બાળકોમાં વાંચનનો પણ ગુણ કેળવાય છે. (મિરલભાઈ વિરાણી-અમરેલી- 9428187493, અરવિંદભાઈ-ભાવનગર-9510183783, વિજયભાઈ ભોલણીયા-સુરેન્દ્રનગર-9979703541,ડો.મિનેશભાઇ પટેલ-બનાસકાંઠા- 9428186534, શ્રદ્ધાબેન રાવલ-ભાવનગર- 9638304001,મુકેશભાઈ પઢીયાર-બોટાદ- 9601288601, મહેશભાઈ ઠક્કર-અમદાવાદ- 9427624123,પીયુશભાઇ પંડ્યા-ભાવનગર- 9924654220,ભાવેશભાઈ મેહતા-મહેસાણા- 9426536382,પ્રવીણભાઈ મકવાણા-મહુવા- 9428619808,ૠષિતકુમાર ધુલશિયા-જુનાગઢ- 9726999244)
  • શાળામાં બનાવવામાં આવેલ લાયબ્રેરી રજીસ્ટર પરથી જે બાળક વર્ગખંડમાં રાખેલ પુસ્તકાલય કે શાળાના પુસ્તકાલયમાંથી સૌથી વધુ વખત પુસ્તક વાંચ્યા હોય તે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માટે તેમને એસ.એમ.સી. સભ્યની હાજરીમાં અથવાતો વાલીને પ્રાર્થનાસભામાં બોલાવીને બાળકને ઇનામ આપવામાં આવે છે, બીજા બાળકો આ જોઇને પ્રેરણા લઈને વાંચન તરફ વળ્યા છે. (દીપકભાઈ લકુમ-આણંદ- 9099584080)
  • શાળામાં ઉજવાતા વિવિધ તહેવારો અને મહાન વ્યક્તિની યાદમાં ઉજવાતા દિવસ વખતે બાળકો પોતાનું વકૃત્વ આપવા માટે પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરી શકે તે જણાવવામાં આવે છે અને બાળકોને પોતાનું વકૃત્વ આપવા માટે તૈયાર કરવામાં આવે છે.(અલ્કાબેન મકવાણા-ઉના- 9727309494)
  • બાળકોને અઠવાડિયે એકવાર પ્રાર્થનાખંડમાં સામાન્ય જ્ઞાન તેમજ વિષયવસ્તુ અંતર્ગત ૧૦-૧૫ પ્રશ્ન આપવામાં આવે છે, બાળકોને આ પ્રશ્નોનો જવાબ શોધવા માટે ૨ દિવસનો સમય આપવામાં આવે છે તથા પુસ્તકાલય તેમજ મોટા વડીલોની મદદ લેવાની છૂટ આપવામાં આવે છે.(રાયસિંહ પરમાર-ગીરસોમનાથ- 9275117976,કૌમીક્ભાઈ પટેલ-મેહસાણા-9427546775)
  • શાળામાં જે ટોપિકનો અભ્યાસ ચાલતો હોય તેને અંતર્ગત લાગુ પડતા સંદર્ભ મટીરીયલ જે શાળાની પુસ્તકાલયમાં હોય તેના વિષે બાળકોને જણાવવામાં આવે છે.(કરશનસિંહ મોરી-ભાવનગર- 9737807621,નવાભાઇ કોળી-બનાસકાંઠા- 9909301929,અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861)
  • પુસ્તકાલયના પુસ્તકો વાલીઓ તેમજ એસ.એમ.સી.સભ્ય વાંચવા પ્રેરાય તે હેતુથી બાળકને વાલી કે એસ.એમ.સી. મીટીંગમાં પુસ્તક પરિચય બોલાવવામાં આવે છે અને આ પુસ્તકો કેવી રીતે વધારવા તે માટે બાળકોના ઘરે જે વધારાના પુસ્તકો હોય તે શાળાના પુસ્તકાલયમાં અર્પણ કરવા સમજાવવામાં આવે છે, અને આમ “વેસ્ટ માંથી બેસ્ટ”નું સર્જન કરવામાં આવે છે.(યાસ્મીનબેન શૈખ-ભાવનગર- 9924793979,મુકેશભાઈ ઉપાધ્યાય-વડોદરા- 9925799846)