Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-04-2017 : પ્રશ્ન:- શાળા સમય બાદ વિદ્યાર્થી સમાજના સહકારથી ગુણવત્તાલક્ષી શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • વાલીશાળા શ્રી ધરમપુર પ્રાથમિક શાળા,રાજકોટ માં શ્રી પુજાબેન પ્રવીણભાઈ પૈજા દ્વારા ચલાવવામાં આવે છે, આ શાળાની ટૂંકમાં માહિતીથી અવગત થઈએ.( પુજાબેન પૈજા-રાજકોટ- 9825424661) • સમય- સાંજે 5.30 થી 7.30 • ધોરણ - 1 થી 4 અને 5 થી 7 માટે શાળા ચાલે • કોણ ભણાવે....? વાલી અને ભણેલા યુવક યુવતી અને હોશિયાર બાળકો... • શાળા જેવું જ તમામ દફ્તર....હાજરીપત્રક,સમયપત્રક,અભ્યાસક્રમ,રજાચિઠ્ઠી, ટેસ્ટ વગેરે • વાલીશાળાના આચાર્ય કોણ ...? જે તે વાલી જેમના ઘેર શાળા છે • મુલ્યાંકન - 15 દિવસે મહાશાળાનું આયોજન..ગામના મુખ્ય રામજી મંદિરે..માત્ર વાલીઓ માટે..પ્રત્યેક બાળકના ખામી ખૂબીની ચર્ચા...તે માટે આગામી આયોજન...
  • શાળામાં અભ્યાસ કરી ચુકેલા તેમજ ગામના ઉચ્ચ અભ્યાસ કરેલ કિશોર તેમજ કિશોરીઓને પોતાના કીમતી સમયનું યોગદાન આપીને કેવી રીતે શાળાના બાળકોન મદદ કરી શકે તે સમજાવ્યું, શાળાના બાળકોને ભણાવવાનું કામ વિસ્તાર પ્રમાણે જૂથ પાડીને સોપવામાં આવ્યું, શાળાના બાળકો શાળા છુટ્યા બાદ સીધા નક્કી કરેલ જગ્યા પર જઈને લેશન તેમજ ન આવડતા મુદ્દાની ચર્ચા ત્યાં કરવામાં આવે છે.(ચિરાગભાઈ ભાવસાર-આણંદ- 9824366921,સોલંકી રાજેશભાઈ-અમદાવાદ- 8866444411,માલવભાઈ સોલંકી-જુનાગઢ- 9714329193 ,સંજયભાઈ પટેલ-વડોદરા- 8238406080,નિશીથ આચાર્ય-અમદાવાદ- 9662359321,નાગલા સુરેશભાઈ-અમરેલી- 9925943358)
  • શાળા સમય પૂર્ણ થયા બાદ પણ બાળકો શાળામાં રહીને અભ્યાસ કરે,પુસ્તકાલયનો ઉપયોગ કરી શકે તેમજ રમત રમતાની સાથે સાથે અભ્યાસ કરે તે હેતુથી શાળાનું મેદાન બાળકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, શાળામાં ધોરણ પ્રમાણે ૨-૨ વિદ્યાર્થી નીમવામાં આવ્યા છે જે નાના ધોરણના વિદ્યાર્થીને મુંજવતા અઘરા મુદ્દા સમજાવે છે, તેમને શાળામાંથી આપેલ ગૃહકાર્યમાં મદદરૂપ બને છે અને ધોરણ પ્રમાણે નિમાયેલ ૨-૨ વિદ્યાર્થીને શાળાના સાધનોનું ધ્યાન રાખવું તેમજ શાળા ખોલવી અને બંધ કરવી, પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપવું વગેરે જવાબદારી આપવામાં આવી છે.(નીલમબેન રાણા-ભરૂચ- 8128640015,ચંદુભાઈ આહીર-નવસારી- 9825883869,દિલીપભાઈ ભલગામીયા-બોટાદ- 9924320930,પીન્ટુબેન પટેલ-પંચમહાલ- 8980590917,નાકરાણી ભાવેશભાઈ-અમરેલી- 9974005480)
  • ગામના શિક્ષિત સભ્યો તેમજ શાળાના હોશિયાર બાળકોને “ટોળીનાયક” બનાવીને નક્કી કરેલ જગ્યા પર નબળા બાળકોને મદદ કરવામાં આવે છે તેમજ તેમને ગૃહકાર્ય કરાવવામાં આવે છે. (મનીષભાઈ સુથાર-ખેડા- 9099172177,ભાવેશકુમાર પંડ્યા-મહેસાણા- 9824613969, રૂપેશકુમાર પંચાલ-નર્મદા- 9879342384,રમેશ્ચન્દ્રભાઈ પટેલ-ભરૂચ- 9426859056,જીજ્ઞાબેન ઠકરાર-અમરેલી-9426852504)
  • શાળા સમયબાદ બાળકોને શાળાએ બોલાવવા માટે ડીજીટલ ક્લાસ દ્વારા અભ્યાસ તેમજ શાળાના જ કોઈ એક શિક્ષક દ્વારા બાળકોને કોમ્પુટર શીખવાડવામાં આવે છે. શાળાનાં તમામ શિક્ષકોને અલગ અલગ દિવસ ફાળવવામાં આવ્યા છે.(ઉમેશભાઈ વણકર-સાબરકાંઠા-9409346319,કૌશિકભાઈ પ્રજાપતિ-સુરેન્દ્રનગર- 9427711480,રાજ્નીકાંતભાઈ પટેલ-બનાસકાંઠા- 99740521999, ડુંગરસિંહ વાઘેલા-બનાસકાંઠા- 8128438232)