Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-05-2017 : પ્રશ્ન: બાળકોને ભાષાના વિષય મજબુત કરવા માટે આપે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • વિદ્યાર્થીઓને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના શબ્દો શીખવાડવાની સાથે બરાબર ઉચ્ચારણ કરી શકે તે માટે સંગીતનો ઉપયોગ કરીને વિવિધ રાગ દ્વારા જુદા જુદા શબ્દો શીખવાડવામાં આવે છે, બાળકોને સંગીતની સાથે સાથે અભ્યાસ કરવો બહુ ગમે છે તથા શાળામાં ૫૦% જેટલા બાળકો શબ્દનું બરાબર ઉચ્ચારણ કરતા થયા છે. (પ્રજ્ઞાબેન પટેલ-સુરત-7046741314)
  • વર્ગખંડમાં ફ્રી તાસમાં અથવાતો ૩ દિવસે કોઈ એકવાર અડધો કલાક બાળકોને જુથમાં વહેચીને શબ્દો ની વિવિધ ગેમ રમાડવામાં આવે છે, જેમાં પ્રથમ બાળક શબ્દ બોલે ત્યારબાદ તેમાં જે છેલ્લો શબ્દ આવ્યો હોય તેના પરથી બનતો બીજો શબ્દ બોલે જે બાળક સાચો શબ્દ તેમજ તેનો ઉચ્ચારણ સાચું બોલે તેમને ૧ પોઈન્ટ આપવામાં આવે જે ટીમ વિજેતા બને તેને બીજા દિવસની પ્રાર્થનામાં બહુમાન કરવામાં આવે છે.(અરવિંદસિંહ પરમાર-મેહસાણા-7359105044,સોહમભાઈ ઠાકોર-પાટણ- 8000962233,કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર- 8141671778,સુરેશભાઈ જીદીયા-સુરેન્દ્રનગર- 8980037086, લતાબેન અલેકાર-વડોદરા-9099325981,રાયસિંહભાઈ પરમાર-ગીરસોમનાથ- 9275117976)
  • "સ્પેલિંગ વિક" -અંગ્રેજી શીખવાડવા તેમજ ઉચ્ચારણ બરાબર કરાવવા ધોરણ પ્રમાણે ગ્રુપ પાડ્યા અને વિદ્યાર્થીની ક્ષમતા અનુસાર સ્પેલિંગ આપવામાં આવે છે અને અઠવાડિયાને અંતે બધા ગ્રુપ ભેગા કરીને અંદરો અંદર સ્પેલિંગ સ્પર્ધા કરાવવામાં આવતી અને વિજેતાને જાહેરમાં ઇનામ આપવામાં આવે છે.આ પ્રક્રિયા પછી બાળકો અંગ્રેજી પ્રત્યે રસ લેતા થયા છે.(સુભાષભાઈ વાળા-જુનાગઢ- 7405352667)
  • બાળકો આપણા રોજીંદા જીવન જરૂરી શબ્દો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેમજ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે બોલી શકે તે હેતુથી વર્ગખંડની અંદર તેમજ શાળાની લોબીમાં વિવિધ કલરના ચાર્ટપેપરનો ઉપયોગ કરીને લખવામાં આવ્યા છે જેથી કરીને બાળક આવતા જતા તે ચાર્ટપેપર જોઇને નવું શીખવાનો પ્રયત્ન કરે છે.બાળકોમાં ઉત્સુકતા વધી છે અને રોજે નવા નવા શબ્દો શાળામાં લાવતા થયા છે. (મેહુલભાઈ સુથાર-મહેસાણા-7600984093,ડુંગરસિંહ વાઘેલા-બનાસકાંઠા-8128438232,રીનાબેન જેઠવા-ગીરસોમનાથ-8758511211,પ્રતિમાબેન પ્રજાપતિ-વડોદરા-9428585569,અલ્પેશકુમાર ચૌધરી-બનાસકાંઠા- 9429287953)
  • બાળકને ભાષણ શબ્દ, ઉચ્ચારણ તેમજ સ્ટેજ ફીઅર દુર થાય તે માટે વર્ગખંડની અંદર તેમજ પ્રાર્થનાખંડમાં હાજરી નંબર પ્રમાણે વાર્તા બોલવા કહેવામાં આવે છે તેમજ સંભાળનાર વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી વાર્તા બોલ્યો છે તેમાંથી ઉચ્ચારણની ભૂલ તેમજ શબ્દની ભૂલ કાઢે છે અને તે વિદ્યાર્થીને આ ભૂલો તરફ ધ્યાન દોરે છે.આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં મહદ અંશે સ્ટેજ ફીઅર દુર થયો છે અને ભાષા પર પકડ મેળવી છે.(કલ્પેશકુમાર ફેફર-મોરબી-8866441444)
  • શાળામાં ભાષા દિવસ ઉજવવામાં આવે છે,આ દિવસે શાળામાં બાળકો તેમજ શિક્ષક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાતચીત કરે છે. (જીજ્ઞાબેન ઠકરાર-અમરેલી-9426852504,ડો.મિનેષકુમાર પટેલ-બનાસકાંઠા-9428186534)
  • ભાષાકીય શબ્દભંડોળ મજબુત કરવા માટે “શબ્દકાર્ડ” શરુ કરવામાં આવ્યું છે જેમાં અક્ષર અને શબ્દોના કાર્ડ આખા રૂમમાં કાર્ડ ફેલાવી નાખવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીને એક ખાસ શબ્દ કે અક્ષર શોધી લાવવાનું કાર્ય સોપવામાં આવેશે.આમ બાળકો અલગ અલગ શબ્દના કાર્ડ જોઇને સરળતાથી સમજી શકે છે અને સાચું ઉચ્ચારણ કરી શકે છે. (હિતેશકુમાર પટેલ-પાટણ- 9558030104,અવિનાશકુમાર પટેલ-સુરેન્દ્રનગર-9427665972)
  • બાળકો પાસે ગુજરાતી,હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત શબ્દની અલગથી જ બૂક બનાવવામાં આવી છે જેમાં દરરોજ નવા નવા શબ્દ લખાવવામાં આવે છે.(મનાલીબેન પટેલ-જામનગર-9428667469,ભાવિનીબેન પટેલ-નવસારી- 9428379919)