Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-05-2017 : પ્રશ્ન: ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે વિદ્યાર્થીઓનાં આરોગ્યમાં સુધારો કરવા માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • શાળામાં અરડૂસી, મધુનાસીની, ગળો, સતાવરી, દામવેલ, ગરમાળો, સિંદુર, ગ્રીન ચા, એલોવેરા, પથ્થર કોઠી, અજમો, લીંડીપીપર, ફુદીનો, હજારીગલ, આદુ, લીંબુ, અશ્વગંધા, ડમરો, લીમડો અને વરીયાળી જેવા ઔષધીય છોડ શાળામાં જ ઉછેરવામાં આવ્યા છે જેથી કરીને બાળકોમાં ઔષધીય છોડ વિષે પરિચિત થાય અને તેના ઉપયોગ કરતા થાય, બાળકના ઘરે કોઈ બીમાર પડ્યું હોય ત્યારે ઔષધીય બાગમાં થી જરૂરિયાત પ્રમાણે ઔષધી ઘર ઉપયોગ માટે પણ લઇ જાય છે તથા આ ઔષધીય પોતાના ઘરની આજુબાજુ પણ વાવે છે. (જસ્મીનભાઇ દરજી-પંચમહાલ- 7285840750, મેહુલભાઈ સુથાર-મહેસાણા-7600984093, સેવક્ભાઈ ચૌધરી-વડોદરા-7874063646, હર્ષાબેન જાદવ-તાપી- 9427472586,અશ્વિનકુમાર પટેલ-સુરેન્દ્રનગર- 9427665972, ગૌરવકુમાર જોશી-મેહસાણા- 9638635031, નીશીથભાઈ આચાર્ય-અમદાવાદ- 9662359321)
  • શાળામાં અમુક બાળકોને પેટમાં દુખતું હોવાથી ગેરહાજર રહેતા હતા, આ સમસ્યાની જાણ થતા શિક્ષકે તેની પાછળનું મૂળ કારણ શોધતા જાણવા મળ્યું કે બાળકોના હાથ ગંદા તેમજ નખમાં મેલ ભરેલા હતો અને વાળ જુ વાળા તેમજ ખોડાથી ભરેલ હતા શિક્ષકે આ તમામ બાળકોને યોગ્ય શેમ્પુ અને અલોવેરા જેલ આપવામાં આવ્યું અને માથામાં લગાવવાનું કહેવામાં આવ્યું તેમજ હાથની યોગ્ય રીતે સફાઈ રાખવા માટે સૂચવ્યું. થોડા સમય બાદ હાજરી પરથી જાણવા મળ્યું કે જે બાળકો પેટ દર્દના લીધે ગેરહાજર રહેતા હતા તે હાજર રહેતા થયા અને પેટમાં દુખતું બંધ થયું.(માધવીબેન ડોબરિયા-રાજકોટ- 7383826316)
  • શિયાળાની ઋતુમાં બાળકો આખા વર્ષ માટે નીરોગી રહે તે હેતુથી આયુર્વેદિક હોસ્પિટલ, NGO તેમજ ઔશાડીયાના જાણકારની મદદ લઈ ત્યાંથી કાચી સામગ્રી(ઔષધિઓ) લઈ સ્ટાફ દ્વારા જ વિધાર્થીઓ માટે ઉકાળો તૈયાર કરવામાં આવતો અને દરેક વિધાર્થીઓને પીવડાવવામાં આવતો. આવું કરવાથી વિધાર્થીઓને એ રોગ સામે લડવામાં પ્રતિકારક શક્તિ મળી રહે છે.(અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861,વર્ષાબેન ત્રિવેદી-પોરબંદર- 7874482155, કમલેશભાઈ લીલા-રાજકોટ- 9601840333, ક્રિષ્નાબેન પંડ્યા-બનાસકાંઠા-9724394721, અરવિંદભાઈ ભોજાણી-ભાવનગર- 9879970065)
  • શિયાળાની ઋતુમાં શાળામાં વાવેલ લીમડામાં જયારે મોર(ફૂલ) આવે ત્યારે તે ફૂલ તેમજ કુણી કુપળો એકઠી કરીને તેનો રસ કરવામાં આવે છે અને શાળામાં બાળક પ્રાર્થનાખંડમાં બેસે ત્યારે તેમને તે રસ આપવામાં આવે છે.(મેલાભાઈ રાઠોડ-નર્મદા-7698764098, લતાબેન અલેકાર-વડોદરા-9099325981, શૈલેશભાઈ દુધાત્રા-રાજકોટ-9409165913)
  • બાળકોમાં સ્વચ્છતાની ટેવને કાયમી અનુસરે તે માટે વર્ગમાં સફાઈના સાધનો નો એક કોર્નર બનાવ્યો.જેમાં અરીસો,કાંસકો,નેલ કટર,તેલ,રૂમાલ વગેરે કાયમી વર્ગમાં રાખવામાં આવ્યું છે.(રામજીભાઈ રોટાતર-બનાસકાંઠા- 9726658508)
  • શાળાના વિદ્યાર્થી બહારનો નાસ્તાનો ઓછો ઉપયોગ કરે તે હેતુથી દરેક બાળકોને ઘરેથી પૈસા લાવવાની મનાઈ કરવામાં આવી અને ઘરનો જ નાસ્તો કે રોટલી-શાક, શાળામાંથી બનાવેલ નાસ્તો તેમજ ફણગાવેલ કઠોળ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી તેમજ વાર મુજબ ભોજન કે નાસ્તો બાળકોને લખાવી ને સમજાવી દેવામાં આવ્યું કે કયા દિવસે કયો નાસ્તો લાવવો. (નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776, કોમલબેન જોશી-અમદાવાદ- 9427142905, ડો.કિશોરભાઈ શેલડીયા-રાજકોટ- 9429043627,જનકભાઈ માવાણી-ભાવનગર- 9510573055)
  • શાળામાં એક ઔષધ પોથી બનાવી છે જેમાં વિવિધ રોગ ને નિવારવા કઈ ઔષધીનો ઉપયોગ કરવો તે લખેલું છે અને ક્યાંથી મળી શકે? તે પણ જણાવ્યું છે.(સાગર સખીયા-અમરેલી- 9099702449)