Discussion Forum Teacher
05-06-2017 : પ્રશ્ન : સમાજ સરકારી શાળામાં મળતું શિક્ષણ અને સુવિધા જાણે અને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે તે માટે કરેલ પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ: શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
- શાળામાં સમયાંતર વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવે છે, આ મીટીંગમાં શાળામાં કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ તથા હવે પછીના મહિનામાં શું કરવાનું છે તેની જાણ વાલી, એમ.એસ.સી.સભ્ય તેમજ ગામના લોકોને જણાવવામાં આવે છે.(માધવીબેન ડોબરિયા-રાજકોટ- 7383826316)
- ગામમાં જ સરકારી અને પ્રાઇવેટ શાળા એમ બંને હતી આ શાળા વચ્ચેનો તફાવત સમજાવવામાં શાળાના શિક્ષક તેમજ આચાર્ય વિદ્યાર્થીઓના વાલીને શાળામાં અથવાતો ગામમાં જ્યાં મળે ત્યાં તેમના બાળકને કઈ જગ્યાએ અભ્યાસ કરે તો સારું થશે તે સમજાવવામાં આવે છે. (નિયતીબેન પટેલ-ગાંધીનગર- 7600031823, સોહમભાઈ ઠાકોર-પાટણ- 8000962233)
- શાળામાં અભ્યાસ કરતાં બાળકોના સહારે શાળામાં ચાલતી પ્રવૃત્તિ તેમજ ઉપલબ્ધ સુવીધાઓ તમામ વિદ્યાર્થીની બુકમાં લખવામાં આવી અને તેમને સુચના આપવામાં આવી કે આ બુક ઘરની આજુબાજુ જે રહે તેને બતાવવાની જેથી કરીને પડોશીઓ શાળા વિશે પરિચિત થાય અને પોતાના બાળકને સરકારી શાળામાં મુકવા માટે પ્રેરાય.(પાયલબેન શાહ-આણંદ- 8128685940)
- ધોરણ ૧ થી ૫ ના બાળકોને સરકારી શાળામાં કેમ નામાંકરણ કરવું, સરકારી શાળામાં અપાતી વિવિધ સહાયો, કોમ્પયુટર શિક્ષણ ,પ્રજ્ઞા અભિગમ, લાઈફ સ્કીલ, બાળમેળા,યોગ શિક્ષણ,પ્રવૃતિલક્ષી શિક્ષણ,વિજ્ઞાન મેળા, વ્યાયામ સંમેલન, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વીઝ કોમ્પીટીશન વગેરેની વિસ્તૃત સમજ વાલીઓ, ગામના લોકો તેમજ એસ.એમ.સી.સભ્ય વગેરે ને ઉનાળાના વેકેશનમાં જ "સમર કેમ્પ", વાલી મીટીંગના માધ્યમ દ્વારા સમજાવવામાં આવ્યું.(રાકેશકુમાર લેઉવા-મહેસાણા-9426234120,બાબુભાઈ પ્રણામી- સાબરકાંઠા-9426142206, અલેકાર લતાબેન-વડોદરા- 9099325981, અશ્વિનભાઈ પટેલ-સુરેન્દ્રનગર-9427665972,નટવરભાઈ વાઘેલા-મહેસાણા-9427682687,રામજીભાઈ રોટાટર-બનાસકાંઠા- 9726658508)
- શાળામાં વર્ષ દરમિયાન ચાલતી શાળાકીય પ્રવૃત્તિ વિશે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો અવગત થાય તે હેતુથી શાળા દ્વારા પત્રિકા તેમજ શાળા મુખપત્ર છપાવવામાં આવે છે અને તેને ગામના લોકો તેમજ વાલીના વ્હોટસએપ પર તેમજ વિદ્યાર્થી દ્વારા તેને ઘર ઘર સુધી પહોચાડવામાં આવે છે.(દીપકકુમાર લકુમ-આણંદ-9099584080,ભામીનીબેન મિસ્ત્રી-બનાસકાંઠા- 9429310192, અજીતભાઈ ચાવડા-સુરેન્દ્રનગર- 9662297298)
- શાળામાં વર્ષ દરમિયાન ચાલતી શાળાકીય પ્રવૃત્તિ વિશે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો અવગત થાય તે હેતુથી સમાચારપત્ર અને ન્યુઝ ચેનલ ના માધ્યમથી લોકલ એરિયામાં સમાચાર આપવામાં આવે છે.(કૌશિક પ્રજાપતિ-સુરેન્દ્રનગર- 9427711480,સતીષકુમાર પરમાર-રાજકોટ- 9558554560)
- શાળાની માહિતી સમાજ સાથે શેર કરવા માટે ફેસબુક પર પેજ બનાવેલ છે.(ગીરીશભાઈ ચૌધરી-દાહોદ- 9726765229,કરશનસિંહ મોરી-ભાવનાગર- 9737807621,નેહાબેન મહેતા-કચ્છ-9825021610)