Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-07-2017 : પ્રશ્ન:- ગણિત વિષયમાં ભૂમિતિ પ્રકરણ બાળકોને રમતની સાથે ઉત્સુકતાની સાથે શીખી શકે તે માટે આપે કરેલ નવતર પ્રયોગ તેમજ તેમનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • બાળકોને કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ જેવા ભૂમિતિના ખુણાઓનો પરિચય બાળકો સરળતાથી શીખે તે હેતુથી વર્ગખંડની અંદર જ તેમને કંપાસના સાધનની મદદ વડે વ્યવહારિક ઉદાહરણ રૂપે બારીના ખૂણા,પગથિયાં ના ખૂણા, દીવાલની કિનાર વગેરે કેટલા અંશનો ખૂણો થાય તેમજ તેને માપવાની યોગ્ય રીતો સમજાવવામાં આવે છે. બાળકો આ પ્રયોગ પોતાના ઘરે જઈને પણ દોરવે છે. (મેલાભાઈ રાઠોડ-નર્મદા- 7878711192, વરૂણભાઈ દવે-અમરેલી- 9601840333, હીરાભાઈ પુરોહિત-બનાસકાંઠા- 9723674276)
  • ભૂમિતિનો એકદમ બેઝીક ખ્યાલ આકાર તેમજ તેની માપણી વિષે સમજુતી આપવા માટે વર્ગખંડ ની અંદર તેમજ શાળાના મેદાનમાં આવેલ વિવિધ આકારો નો ઉપયોગ લઈને તેમને સમજાવવામાં આવે છે અને તેનો એરિયા, ક્ષેત્રફળ, વ્યાસ,પરિઘ કઈ રીતે ગોતવું તેનું પ્રેક્ટીકલ કરાવવામાં આવે છે. (આકિબહુસૈન મનસુરી-અમદાવાદ- 7984349332, ભાવસિંહ ડાભી-ગાંધીનગર-8000962233, ભાવિકભાઈ સુરાણી-લાઠી- 9429426938, અલ્વીના અબ્બાસભાઈ-નવસારી- 9510137377, અશ્વિનભાઈ જોશી-સુરત- 9574590186, ચેતનભાઈ ચૌહાણ-ઉમરપાડા- 9574949014)
  • ગણિત વિષયમાં ભૂમિતિ પ્રકરણ બાળકોને દ્રશ્ય શ્રાવ્ય સાધન વડે શીખી શકે તે હેતુથી બાળકોને ભૂમિતિ પ્રકરણ DVD તેમજ કોમ્પુટરમાં વિવિધ વીડિઓ દેખાડીને શીખવાડવામાં આવે છે.તદુપરાંત શાળામાં વીડિઓને અનુરૂપ ટેસ્ટ પણ લેવામાં આવે છે. (અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર-8905175962, ગૌતમભાઈ ઇન્દ્રોડીયા-રાજકોટ-9426563040, નરેન્દ્રભાઈ ચૌહાણ-સુરેન્દ્રનગર- 9428086079)
  • વર્ગખંડમાં પ્રવેશ કરતાની સાથે ભૂમિતિ સાથે મુલાકાત કરે અને ઓળખે તે હેતુથી વર્ગખંડના દરવાજાની નીચે ખૂણાઓનું માપ ઓઈલપેન્ટથી દોરવામાં આવ્યું છે જેથી કરીને બાળક દરવાજો ખોલે તો પણ તેને કયા અંશે ખૂણો ખોલ્યો છે તે ખ્યાલ આવે. (દુષ્યંતભાઈ પટેલ-કરમસદ-9033565586, ભવદીપ વાઢેર-જુનાગઢ- 9737179116, બાબુભાઈ મોર-કચ્છ- 9925799846)
  • બાળકોને ભૂમિતિના સાધનોના આકાર સમજાવવા માટે અલગ અલગ રમત રમાડવામાં આવે છે જેમ કે ત્રિકોણ સમજાવવા તેમને મેદાનમાં લાવીને ઘર-ઘર ની રમત રમાડવામાં આવે છે અને તેમને સમજાવવામાં આવે છે કે ત્રિકોણના ગમે તેટલા ભાગ કરો પણ સરવાળો ૧૮૦ જ થાય. (ગુલાબચંદ ગુપ્તા-બનાસકાંઠા-9427624123)
  • ભૂમિતિના સુત્રો કાવ્ય બનાવીને શીખવાડવામાં આવે છે. (રમેશભાઈ ચાંદપા-ઉના-9574682434)
  • ભૂમિતિની સંકલ્પના,સિદ્ધાંતો, વ્યવહારમાં ઉપયોગીતા સમજવા માટે બાળકોને વર્ગખંડમા અને મેદાનમા લઇ જઈને પર્યાવરણમાંથી જ વિવિધ આકૃતિઓ, ટાંકા ની રચના, દિવાલ મા પડતા ખૂણાઓ, બિંદુ,બાજુઓ, સૂર્ય માંથી નીકળતા કિરણો વિશે,પ્રોજેક્ટર દ્વારા વિડિઓ બતાવીને જેમાં મકાનોનું બાંધકામ, પ્લોટ ની સમજણ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે અને વર્ગખંડની દીવાલ,બોર્ડ મા પડતા ખૂણાની રચના, વર્તુળનું કેન્દ્ર અને તેની રચના માટે બાળકોને મેદાનમા લઈ જઈને પ્રેક્ટિકલ કરાવામાં આવે છે. (નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586800615, કિશોરભાઈ કનેટીયા-બોટાદ- 9726489544)