Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-07-2017 : પ્રશ્ન:- સામાજિક વિજ્ઞાન બાળકો સરળતાથી સમજી શકે અને રસપૂર્વક ભણે તે માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • બાળકોને પહેલા ફીઝીકલ (થીયરી) શીખવાડવામાં આવે છે અને ત્યારબાદ ઈન્ટરનેટના માધ્યમ થકી બાળકોને તેને લાગતો વીડિઓ, ફોટો તેમજ અન્ય માહિતી બતાવવામાં આવે છે. આ પ્રવૃત્તિ થકી જાણવા મળ્યું કે બાળકોને ફક્ત થીયરીથી બાળકોને સામાજિક વિજ્ઞાન સમજાવવામાં આવે તો તે સમજવામાં અઘરું છે પણ ટેકનોલોજી ના સહારે આ આઘરી વસ્તુ સહેલી બને છે અને બાળકો સચોટ સમજી શકે છે. (જસ્મીનકુમાર દરજી-પંચમહાલ-7285840750, જયશ્રીબેન મકવાણા-રાજકોટ-7622016354, રાજેશભાઈ રબારી-અમદાવાદ-8866031626, અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર-8866655861, સોહમભાઈ ઠાકોર-પાટણ-8000962233, પ્રીતીબેન કોટેચા-પોરબંદર-9033481803, ધ્રુવભાઇ વેદાણી-ભાવનગર-9033897768, દીપાલીબેન મહીડા-આણંદ-9408865196, રશ્મીબેન પટેલ-વલસાડ-9426547452,ભગુભાઈ દેસાઈ-સુરેન્દ્રનગર-9427552125, નીરવભાઈ ચૌહાણ-ભાવનગર-9586116776)
  • "લર્નિંગ ડી લાઈટ-Learning de Light" પ્રોગ્રામ થકી બાળકોને સામાજિક વિજ્ઞાન એનીમેશનના રૂપમાં બતાવવામાં આવે છે અને અભ્યાસ કરાવવામાં આવે છે.(લલીતભાઈ ચૌધરી-પાટણ-8128551123)
  • સામાજીક વિજ્ઞાન વિદ્યાર્થી સહેલાઈથી સમજી શકે અને ભણી શકે તે માટે કરેલ નવતર પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. - નાગરિક શાસ્ત્રના એકમો જેવા કે પંચાયત, સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ જેવા એકમોમાં મોક પોલ કરાવી શિખવવાથી સારૂ પરિણામ મળેલ છે. - પૃથ્વી અને તેના પરિક્રમણ, ધરિભ્રમણ, દિવસ-રાત જેવા મુદ્દા શિખવવા માટે પૃથ્વીના ગોળા દ્વારા શિખવતા સારી રીતે સમજાય છે. - ઈતિહાસના પાઠો નાટકો દ્વારા શિખવતા સારી રીતે શિખવી શકાય છે અને તે લાંબા સમય સુધી યાદ રહે છે. (જગદીશભાઈ વાળા-ભાવનગર-8238184236)
  • બાળકો સામાજિક વિજ્ઞાન સરળતાથી શીખી શકે તે હેતુથી શાળામાંજ સામાજિકવિજ્ઞાન કોર્નર ઉભું કરવામાં આવ્યું છે જેમાં નકશા,સામાયિક સંદર્ભ પુસ્તક, પેપર કટીંગની ફાઈલ વગેરે જેવી અનેક સામગ્રી મૂકવામાં આવી બાળકો પોતાના ફ્રી સમયમાં ત્યાં જઈને સમય પસાર કરવાની સાથે સાથે નવું શીખે છે.(મેલાભાઈ રાઠોડ-નર્મદા-7698764098, હિરેનભાઈ સંઘાણી-બોટાદ-9904994294)
  • બાળકો સામાજિકવિજ્ઞાનની કસોટી આપતા ડરતા હતા આ સમસ્યાના હલ માટે કોમ્પ્યુટર પર જ ચિત્ર વાળી ટેસ્ટ બનાવવામાં આવી જે બાળકો હોશે હોશે આપવા લાગ્યા અને કસોટી આપવાની સમસ્યા દુર કરવામાં આવી.(મિહિરભાઈ સોલંકી-મહેસાણા-9510137377)
  • થર્મોકોલ નો કેમેરો બનાવી તેમાં સામાજિક વિજ્ઞાનને લાગતી અલગ અલગ ચિત્રો વાળી સ્લાઈડો બનાવવામાં આવી અને બાળકોને જોવા આપી, આ પ્રવૃતિમાં બાળકો સ્વેચ્છાએ જોડાયા અને નવું સામાજિક વિજ્ઞાન વિષે નવું શીખ્યા.(ભાવેશભાઈ પટેલ-અમરેલી-9687637108)
  • બાળકોને સામાજિકવિજ્ઞાનના પ્રોજેક્ટ આપવામાં આવે છે.(હરેશભાઈ અઢીયોલ-પાટણ-9924068770)