Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-09-2017 : પ્રશ્ન:- શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણને સરળતાથી સમજી તેનો ઉપયોગ કરી શકે તે માટે કરેલ નવતર પ્રવૃત્તિ અને પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • શાળામાં બાળકોને ગુજરાતી વ્યાકરણ સરલ રીતે સમજી શકે તે માટે અમારી શાળામાં વ્યાકરણ ક્વિજ, નાટક પધ્ધતિ, વન મિનીટ, ફકરામાંથી વિશેષણ શોધવાની તેમજ ચિઠ્ઠી ઉપાડ જેવી વિવિધ રમત દ્રારા શિખવવામાં આવે છે.જેથી બાળકો સરલ રીતે ગુજરાતી વ્યાકરણ સમજી શકે છે અને વ્યવહાર માં ઉપયોગ પણ કરી શકે છે. (સતીષકુમાર પ્રજાપતિ-પંચમહાલ-9978779260, મુકેશભાઈ ઉપાધ્યાય-વડોદરા- 9925799846, દીપકભાઈ વેકરીયા-રાજકોટ- 9228165407, કમલેશભાઈ ભટ્ટ-ભાવનગર- 8141671778, ચિરાગભાઈ ભાવસાર-આણંદ- 9824366921, હિરેનભાઈ સંઘાણી-બોટાદ- 9904994294)
  • બાળકોને પ્રેક્ટીકલ ની પધ્ધતિથી ગુજરાતી વ્યાકરણ શીખી શકે તે હેતુથી તેમને વ્યાકરણના વિવિધ પ્રોજેકટ આપવામાં આવે છે. (આયેશાબેન પટેલ-અમદાવાદ- 8000233268, નિયતીબેન પટેલ-ગાંધીનગર- 7600031823)
  • વર્ગખંડ શુશોભાનની સાથે સાથે બાળકો ભાષામાં પણ નવું શીખે તે હેતુથી શબ્દ, વાક્ય, જોડણી, શબ્દાર્થ, રૂઢીપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, સંજ્ઞા જેવા એકમને સમજવા માટે વિવિધ પ્રકારના ચાર્ટ બનાવીને વર્ગખંડની દીવાલ પર લગાવવામાં આવ્યા છે. (અશ્વિનભાઈ પ્રજાપતિ-ગાંધીનગર- 9724089181, અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861, પીન્ટુબેન પટેલ-પંચમહાલ- 8980590917, કનૈયાલાલ પટેલ-મહેસાણા- 9586842643, રીનાબેન જેઠવા-ગીરસોમનાથ- 8758511211, ભગવાનજીભાઈ કટેશીયા-જામનગર- 9925891560, જીગ્નેશભાઈ રાઠોડ-સુરત- 9033565586)
  • ભાષાકીય વ્યાકરણ શીખવાડવા માટે શાળામાં નાટકની મદદ લેવામાં આવે છે. (ચતુરભાઈ ઝાપડિયા-બોટાદ-9898574295)
  • બાળકો ભાષાકીય શબ્દનું સ્પષ્ઠ અને સાચા ઉચ્ચ્રણ કરે તે હેતુથી પ્રાર્થનાખંડમાં દરરોજ ૫ (પાંચ) અલગ અલગ કાળમાં વાક્ય બોલાવવામાં આવે છે. (રમેશભાઈ જાદવ-રાજકોટ- 8866606379)
  • બાળકોને ભાષાના નવા શબ્દો તેમજ ઉચ્ચારણ શીખવાડવા માટે વાર્તા કહેવામાં આવે છે. (મલયભાઇ જોશી-અમરેલી- 9426624442)
  • શાળામાં ભાષા કોર્નર વિકસાવવામાં આવ્યું છે, બાળકો તેનો ખુબ સારો એવો ઉપયોગ કરે છે. (બાબુભાઈ મોર-કચ્છ- 9925640338, દેવાંગીબેન બારૈયા-જામનગર- 9429272564, કરશનસિંહ મોરી-ભાવનગર- 9737807621,મુકેશભાઈ પરમાર-બોટાદ- 9601288601)
  • ગુજરાતી વ્યાકરણ PPT અને VIDEO ની મદદથી શીખવાડવામાં આવે છે, ઓડિયો-વિડીઓ દ્વારા શિખવાડેલ વ્યાકરણ લાંબા સમય સુધી યાદ રહે છે. (સતીશભાઈ પરમાર-રાજકોટ- 9558554560)