Discussion Forum Teacher
25-09-2017 : પ્રશ્ન: શાળામાં એકમ પૂર્ણ થયા બાદ એકમ કસોટી માટે આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- તારણ:- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- યુનિટ પૂર્ણ થતા ઓનલાઈન અથવા તો યુનિટમાંથી પ્રશ્નો કાઢીને તેની ઝેરોક્ષ કાઢીને બાળકોની ટેસ્ટ લેવામાં આવે છે. જેથી બાળકો સરળતાથી એકમનું પુનરાવર્તન કરે છે. (દેસાઈ જીગરભાઈ-બનાસકાંઠા- 7383911647, વણકર પ્રકાશભાઈ-સાબરકાંઠા- 9427884557, મુનિયા રાજેશભાઈ-દાહોદ- 9726768616, બોલણીયા વિજયભાઈ-સુરેન્દ્રનગર- 9979703541)
- યુનિટ ટેસ્ટનું મૂલ્યાંકન ઝડપથી અને ઓછા સમયમાં થાય તે હેતુથી ટેસ્ટ OMR ના સ્વરૂપે લેવામાં આવે છે. (ઘોસીયા આશાબેન-પોરબંદર- 9924902635)
- વર્ગખંડમાં એકમ પત્યા બાદ તેનું પુનરાવર્તન બાળકો રમતગમત ની સાથે કરી શકે તે હેતુ સહ તેમને ગ્રુપ પાડીને પ્રશ્નોતરી, kbc , બોલો કોણ, પ્રશ્નચિઠ્ઠી પેટી જેવી રમત રમાડીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. (પટેલ આયેશાબેન-અમદાવાદ- 8000233268, આચાર્ય નિશીથભાઈ-અમદાવાદ- 9662359321, વાઘેલા ગીતાબેન-ગાંધીનગર- 9979769560, અમીતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861, મનસુરી આકીબહુસેન-amdavad- 7878711192, રસિકભાઈ પટેલ-અમદાવાદ- 9687835010)
- સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં બાળકો તેનાથી અવગત થાય તે માટે યુનિટ ટેસ્ટ કોમ્પ્યુટર પર E-LEARNING, લર્નિગ ડિલાઇટ, ફ્લેશ કવિઝ ક્રિએટર વગેરે સોફ્ટવેર ની મદદથી ટેસ્ટ અને મૂલ્યાંકન કરવામાં આવે છે. (દીપકભાઈ-જામનગર- 9898296367, કારેલીયા પ્રેમજીભાઈ-જામનગર- 9898791013, પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર- 9428619809, પટેલ મિતુલભાઇ-પાટણ- 9724641090, રમેશભાઈ જાદવ-રાજકોટ- 8866606379)
- યુનિટ ટેસ્ટ બુક જેમા દરેક બાળકો ની ટેસ્ટ લેવાય છે જેમા દરેક વિધાથી ને માકૅ આપવામાં આવે છે .માકૅ અપાયા બાદ વાલી ની સહી પણ લેવામા આવે છે જેથી વાલીઓ પણ બાળકો ની સ્થિતિ જાણી શકે. (તોરલબેન-ભુજ- 9879424976)
- બાળકો પોતાની જાતે એકમ કસોટીનું મૂલ્યાંકન ઘરે બેઠા બેઠા કરી શકે તે હેતુથી શિક્ષક તરફથી જેના વાલી પાસે એન્ડ્રોઇડ મોબાઈલ છે તેમને “UKC app” ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે અને જે વિદ્યાર્થી પાસે મોબાઈલ ના હોય તે શાળામાં આવીને કોમ્પ્યુટર પર ઉપયોગ કરી શકે છે.(ચૌહાણ નીરવભાઈ-ભાવનગર- 9586116776)