Discussion Forum Teacher
05-01-2018 : પ્રશ્ન: શાળામાં શિક્ષકોની ઘટ અથવા શિક્ષકમિત્રો મીટીંગમાં ગયા હોય ત્યારે બાળક શિક્ષણ સાથે સંકળાયેલા રહે તે માટે કરેલ પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- જયારે શિક્ષકને તાલીમમાં જવાનું થાય કે રજા પર હોય ત્યારે શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે ગામના વડીલ જેમને લખતા વાંચતા આવડતું હોય તેમને ૨ કલાક સ્વેચ્છાએ શાળાએ આવીને વિદ્યાર્થીને અભ્યાસ કરાવવા મદદ લેવામાં આવે છે.(નાગજીભાઈ દેસાઈ-બનાસકાંઠા-8758363490)
- શિક્ષકો ની ઘટ હોય ત્યારે મારા મોબાઈલમાં કોઇપણ એક શૈક્ષણિક એકમનુ મારા અવાજ માં રેકોર્ડ કરી હુ જે વર્ગમાં ન હોય ત્યાં બાળકો ને માઇક દ્વારા સંભળાવી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખું છું.(રામાનુજ અતુલકુમાર-સુરેન્દ્રનગર-9979497014)
- ચાલો શિક્ષક શિક્ષક રમીએ અંતર્ગત જ્યારે શિક્ષક વ્યસ્ત હોય તયારે બાળકો એકબીજાને ગણિત નાં દાખલા ની ટેસ્ટ લે છે અને ચકસે છે.આનાથી વર્ગખંડ નાં બાળકો કામ મા વ્યસ્ત રહે છે અને દાખલા નો મહાવરો પણ થાય છે.(લખનભાઈ જોશી-ભાવનગર-9428182365)
- બાળકોને વર્તમાનપત્રનું એક પેજ આપી બાળકોને એક એક મૂળાક્ષર આપવામાં આવે છે બાળકો પેપરમાંથી આ શબ્દ શોધીને પોતાની બુકમાં લખે છે.(દિલીપસિંહ વિહોલ-વિસનગર- 9725871658)
- શિક્ષકની ગેરહાજરી હોય ત્યારે કોમ્પ્યુટર લેબમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે.(રમેશભાઈ જાદવ-રાજકોટ-8866606370)
- વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા નેટનો ઉપયોગ કરીને કેવી રીતે સંદર્ભ સાહિત્ય મેળવી વાંચી શકાય તે શીખવાડ્યું છે જેના કારણે જયારે પણ શિક્ષક શાળામાં કોઈ કારણસર ગેરહાજર હોય અથવા મીટીંગમાં ગયા હોય ત્યારે બાળકો નેટ દ્વારા અભ્યાસ કરતા થયા છે.(સેવક્ભાઈ ચૌધરી-વડોદરા-7874063646)
- શિક્ષકની ગેરહાજરીમાં વર્ગના બાળકોને જૂથ પાડીને વર્ગ લીડર દ્વારા મલ્ટીમીડીયા સાધનો દ્વારા બાળવાર્તા, કાવ્યો, જોડકણાં, કાર્ટૂન ફિલ્મો, બોધકથાઓ, શૈક્ષણિક વીડિઓ વગેરે બતાવવામાં આવે છે. જૂથ પાડીને પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે જે જૂથ વિજેતા બને તેને શાળા પરિવાર તરફથી ઇનામ આપીને બહુમાન કરવામાં આવે છે. (નિધીબેન સુતરીયા-અમરેલી-9825542629,પ્રતિકભાઈ રૂડાણી-અમરેલી- 9429559308, જીજ્ઞાબેન ઠકરાર-અમરેલી-9426852504, ઉમેશભાઈ વણકર-હિંમતનગર-9409346319, કુસુમબેન ભાલોડીયા-જુનાગઢ-9409151212,પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર- 9428619809)
- શાળામાં શિક્ષકની ગેરહાજરી હોય ત્યારે વિદ્યાર્થી વર્ગખંડની બહાર ના જતા રહે તે માટે વિદ્યાર્થીને ગમે તેવી પ્રવૃત્તિ જેવી કે વર્તમાનપત્રમાંથી કટિંગ કરીને નોટમાં લગાવવું, રમતારમતા અભ્યાસ કરવો, પ્રશ્નોતરી, મૂકવાચન, મૂખવાચન, કાવ્ય ગાન, ઘડીયાગાન, શ્રુતલેખન, સુલેખન, શબ્દ રમત, અંતાક્ષરી, પઝલ અને કોયડા સોલ્વ કરવી, વિષયવાર કિવઝ અને એકમ કસોટી લેવી, ચિત્ર દોરવા, અંગ્રેજી સ્પેલિંગ તૈયાર કરવા, નિબંધ લેખન, ઈકોકલબની પ્રવૃત્તિઓ વગેરે વ્યક્તિગત રીતે અથવા તો જૂથમાં કરાવવામાં આવે છે. (બાબુભાઈ મોર-કચ્છ-9925640338, ચિરાગભાઈ ભાવસાર-આણંદ-9824366921, ભાનુપ્રસાદ પંચાલ-આણંદ-9737229670, વિપુલકુમાર દુધાત-પોરબંદર- 9725819327, માલવભાઈ સોલંકી-જુનાગઢ- 9714329193, નિશીથભાઈ જાની-અમરેલી-9426999923, શ્રધ્ધાબેન રાવલ-તળાજા- 9638304001 )