Discussion Forum Teacher
25-04-2018 : પ્રશ્ન : ૧) SCE ના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ જણાવો. ૨) SCE ના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ દુર કરવા આપે કરેલ નવતર પ્રવૃત્તિ અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.
તારણ:
- શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
- જયારે નવો પાઠ શરૂ કરીએ અથવા નવો મુદ્દો ચાલુ કરીએ ત્યારે અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે જેથી તેમને વર્ગમાં શીખવાડેલું નથી આવડતું. આવા વિદ્યાર્થીઓને શીખવાડવા માટે શિક્ષક દ્વારા સ્પેશિયલ સમય આપી શકાતા નથી. જેથી SCE માં મુંજવણ થાય છે. (પટેલ નિયંતાબેન જે-ગાંધીનગર-૭૬૦૦૦૩૧૮૨૩, વાળા જગદીશ પાલીતાણા ૮૨૩૮૧૮૪૨૩૬, ખંત રણજીતસિંહ એસ.-પંચમહાલ -૯૪૦૯૫૬૦૦૯૪)
- વિદ્યાર્થીઓ સમયસર દ્રઢીકરણ કરી શકતા નથી જેના પરિણામે તેમની સિધ્ધી અને ક્ષમતા સમયની સાથે થઈ શકતી નથી. આ કારણે આગળના ધોરણના હેતુ સિદ્ધ કરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. (પંચક નીતીનકુમાર બી-સુરેન્દ્રનગર-૮૨૩૮૯૧૪૩૫૫, પ્રજાપતિ મનુભાઈ-અમદાવાદ-૯૪૨૯૫૨૫૭૪૬, પટેલ ભારતી-પાટણ-૯૪૨૮૧૨૩૦૦૭, સિસોડીયા જયશ્રીબેન-ગાંધીનગર-૯૮૨૪૫૧૫૬૫૧)
- વિદ્યાર્થીઓ નું સમય પર મુલ્યાંકન કરી માહિતી પૂરી કરવામાં સમય વધારે જાય છે. તેથી પુસ્તકોનું અભ્યાસ અધુરો રહેવાની શક્યતા રહે છે.(પંડયા શિવમકુમાર બી-ભાવનગર-૯૪૨૭૫૫૯૨૨૮,માનસેતા નિમિષાબેન-કચ્છ-૯૪૨૯૪૨૬૯૩૮)
- પત્રકોમાં દરેકના મત અલગ અલગ છે અમુક વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવી મુશ્કેલ બને છે. ઘણા વિદ્યાર્થીઓને લખતા, વાંચતા નથી આવડતું જેના પરિણામે મુલ્યાંકન કરવું મુશ્કેલ પડે છે અથવા મુલ્યાંકન શક્ય બનતું નથી. (કોરિયા ભાવિનકુમાર કે.-પોરબંદર-૯૫૮૬૬૨૦૭૧૯)
- વિદ્યાર્થીઓની સિધ્ધી પ્રમાણે ટેસ્ટ લેવામાં આવે છે. અને તેના પ્રમાણે SCE પત્રક વિદ્યાર્થીઓ દ્વારા જ ભરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ને પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે.(પટેલ નિયંતાબેન જે- ગાંધીનગર-૭૬૦૦૦૩૧૮૨૩)
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં એકમને અંતે મુલ્યાંકન અને પ્રવૃત્તિ આપવામાં આવે છે. અને કૌન બનેગા કરોડપતિ જેવી રમતના આધારે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતા જવાબો વિદ્યાર્થીઓ ને જે-તે બાબતમાં પુરતી સમજ ના હોય તેમાં ખ્યાલ આવી જાય છે તેમજ SCE પત્રક ભરવામાં સરળતા રહે છે.(ચૌધરી સેવકભાઈ એચ-વડોદરા-૭૮૭૪૦૬૩૬૪૬)
- SCE ની મુશ્કેલીઓ દુર કરવા સૌપ્રથમ તો વિદ્યાર્થીઓના વાલીનો સંપર્ક કરી અનિયમિતતા દુર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો. તેમજ જે તે ક્ષમતા સિદ્ધ થતા જ તેની નોંધ SCE પત્રકમાં કરવામાં આવે છે, પત્રક B માં પણ ક્રમમાં ન લેતા જે ક્ષમતા સિદ્ધ થાય તેની સામેના ખાનામાં તેની નોંધ કરે છે.(વાળા જગદીશ પાલીતાણા- ૮૨૩૮૧૮૪૬૩૬)
- પત્રકો બનાવવા માટે શિક્ષક દ્વારા અઠવાડિયામાં એક કલાક એમ મહિનામાં કુલ ૩ કલાક નું યોગદાન આપવાનું શરુ કર્યું. શરૂઆતના સમયમાં તકલીફ પડી પરંતુ ૧ વર્ષ સુધી આ મુજબ પ્રવૃત્તિ કરતા પત્રકો ભરવામાં સરળતા રહી. દરેક એકમ પછી નાની ટેસ્ટ એટલે કે ૧ ચેપ્ટરમાં ૨ થી ૩ ટેસ્ટ લેવામાં આવે છે. ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ચેપ્ટરનું વ્યવસ્થિત પુનરાવર્તન થવાથી સારું પરિણામ મળતું થયું છે. વિદ્યાર્થીઓ ને કેટલું આવડે તેના પરથી SCE પત્રક ભરવાની મુશ્કેલી દુર થવા પામી છે. (પંચાલ સુનીલકુમાર-બારડોલી-૮૯૮૦૮૧૩૧૭, પટેલ ભારતી પી.-પાટણ-૯૪૨૮૧૨૩૦૦૭, પંચાલ મિહિરકુમાર એમ-મહીસાગર-૯૫૭૪૮૪૪૪૧૪)
- શાળામાં આધુનિક કક્ષાનું વાતાવરણ બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ટેસ્ટ, પ્રોજેક્ટ કાર્ય દ્વારા, ચાર્ટ મુજબ ટુકડી પાડીને, ઉપરાંત વર્ગની શરૂઆતમાં પહેલી ૫ મિનીટ વિદ્યાર્થીઓ ને આગળના દિવસમાં વર્ગખંડમાં જે કર્યું તે પૂછીને વિદ્યાર્થીઓનું મુલ્યાંકન કરવાથી વિદ્યાર્થીઓનું પરિણામ જાણી શકાય છે. પત્રક A દ્વારા વિદ્યાર્થીઓ નું ઉપચારાત્મક નિદાન કાર્ય કરવામાં સરળતા રહે છે. (ખંત રણજીતસિંહ એસ.-પંચમહાલ-૯૪૦૯૫૬૦૦૯૪, નિમિષા માનસેતા-કચ્છ-૯૪૨૯૪૨૬૯૩૮,ઉપાધ્યાય મુકેશ-વડોદરા-૯૯૨૫૭૯૯૮૪૬)
- વિદ્યાર્થીઓની શિક્ષણકાર્યની સાથે કસોટી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ કસોટી સમયે હાજર રહે તેવા પ્રયત્નો કરવા માટે ઈનામ વિતરણ, ન આવડતો એકમ વારંવાર સમજાવવામાં આવે છે. તમામ પત્રકો કમ્પુટરાઈઝ્ડ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ને તમામ એકમો સિદ્ધ થાય તે માટે જૂથ ચર્ચા કરાવવામાં આવે છે. (સોલંકી માલવ વી.-જુનાગઢ-૯૭૧૪૩૨૯૧૯૩, સંઘાણી હિરેનકુમાર પી.-બોટાદ-૯૯૦૪૯૯૪૨૯૪)