Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-08-2018 : પ્રશ્ન : વિજ્ઞાન વિષય ના સૂર્યમંડળ ટોપિક શીખવાડવા માટે આપે કરેલ નવતર પ્રયોગોનું અને તેનું પરિણામ ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપેલ છે.
  • વિદ્યાર્થીઓને સૂર્યમંડળના ગ્રહના વિવિધ કાર્ડ બનાવડાવી વિદ્યાર્થીના ગાળામાં પહેરાવવા અને વચ્ચે એક વિદ્યાર્થી ને સૂર્ય બનાવી ઉભો રાખવો. એક એક વિદ્યાર્થી આગળ આવી ગોળ ગોળ ફરી તેને મળેલા ગ્રહ વિશે માહિતી આપશે. આમ બધાજ ગ્રહ ની માહિતી આપવામાં આવે છે.(કિરણભાઈ ચૌધરી -મહેસાણા-8238078092, અમિતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861)
  • સૂર્યમંડળ વિષે સમજુતી આપવા વર્ગખંડની છત પર રેડીયમ સ્ટીકર લગાવવામાં આવ્યા છે.(મહંમદસોહેબ સોઢા-કચ્છ-9979522899, કૃપાબેન નકર-કચ્છ- 9426382608 , ભાવેશભાઈ મહેતા-ગીરસોમનાથ- 9426536382, જાવેદભાઈ મહીડા-પંચમહાલ-8511181051, પ્રકાશકુમાર વણકર-સાબરકાંઠા- 9427884557)
  • વિદ્યાર્થીઓને વ્યક્તિગત એક ગ્રહનું નામ અને તેના વિષે નો પરિચય શિક્ષકે શીખવાડ્યો. આ તમામ વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર એકપાત્ર અભિનય ભજવીને પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.(જશ્મીનકુમાર દરજી-પંચમહાલ-7285840750, રુજુતાબેન મહેતા-જુનાગઢ-7572843940, સુનીલભાઈ પંચાલ-સુરત- 8980813173, મેહુલકુમાર સુથાર-મહેસાણા-7600984093,જીગરભાઈ વ્યાસ-મહેસાણા-8128107920, રમેશભાઈ જાદવ-રાજકોટ-8866606379, તપનભાઈ બોરીસાગર-ગીરસોમનાથ- 8866162565)
  • પ્લાયવુડની ૪ x ૬ ફૂટની શીટ ઉપર ઓઈલપેઇન્ટથી સૂર્યમંડળ બનાવ્યું, તેમાં નાના તારાઓ લગાવ્યા, દરેક ગ્રહ હાર્ડબોર્ડથી કટિંગ કરી નાના મિજાગરાથી ફિટ કર્યા. દરેક ગ્રહ વેલક્રો પટ્ટીથી ખુલે એટલે એ ગ્રહની તમામ માહિતી અંદર લખેલી હોય. બાળકોને ખૂબ સરળતાથી શીખવા માટે ઉપયોગી બન્યું છે.(દિગ્વિજયસિંહ ડાભી-બોટાદ- 9898174587)
  • રમકડાના બોલ પર વિવિધ ગ્રહો ના મોડેલ બનાવી સાયકલ ની જૂની રીંગ પર ક્રમબધ્ધ ગોઠવ્યા અને સુર્ય માટે એક લાઈટ પણ મુકવામાં આવી. આમ સૂર્ય મંડળની ગતિ તથા ગ્રહો ના પરિભ્રમણની માહીતી આપી (મહેશકુમાર પટેલ-વડોદરા- 9099630949, જીગ્નેશભાઈ રાઠોડ-સુરત- 9727793546, મહેશભાઈ પટેલ-વડોદરા- 9825492116)
  • કાળા રંગના ચાર્ટ પેપર અને જૂની છત્રીના ઉપયોગ વડે સૂર્યમંડળની રચના પ્રમાણે કાણા પાડ્યા. અને એક બલ્બ પેપર અને છત્રીની પાછળની બાજુ ગોઠવ્યો જેથી જયારે બલ્બ શરુ થશે ત્યારે આ પ્રકાશ કાણા માંથી પસાર થઈને સૂર્યમંડળની રચના રચાશે.( દમયંતીબેન પટેલ-કચ્છ-9408837250, હિતેશભાઈ પટેલ-મહીસાગર- 9427266875, પ્રજાપતિ બીપીનભાઈ-ખેડા- 9427576461)
  • AR VR ટેકનોલોજીની મદદ વડે વિદ્યાર્થીઓ લાઇવ સૂર્યમંડળ જોઈ શકે છે.(મિહિરભાઈ સોલંકી-મહેસાણા- 9510137377,રાકેશકુમાર પટેલ-સુરત- 9879860601)
  • પ્લે-સ્ટોર માં sky veiw application ડાઉનલોડ કરી ગ્રહો નો પરિચય આપવામાં આવે છે.(અશોકકુમાર પટેલ-મહેસાણા- 9998585297)