Discussion Forum Teacher
05-06-2015 : શું આપે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કોઈ નવીનતમ પ્રયોગ કરેલ છે.તેની ટૂંકી વિગતો આપો.
તારણ:
- શિક્ષકે વિજ્ઞાન અને ગણિતના અઘરા ટોપિક ની સી.ડી. બનાવી વિદ્યાર્થીઓને બતાવી અઘરા મુદ્દાઓ સરળતાથી સમજાવ્યા.
- સોશીયલ સાઈટ ફેસબુક પર શાળાનું પેજ બનાવી વિદ્યાર્થીઓ અને શાળા દ્વારા થતી તમામ પ્રવૃતિઓના ફોટા સાથે માહિતી અપલોડ કરી શાળા વિશે વાલીઓ તથા અન્યને માહિતગાર કર્યા.
- માઉસ મીસીફ નામનો સોફ્ટવેર ડાઉનલોડ કરી તેમાં યુનિટ ટેસ્ટ તૈયાર કરી મલ્ટી માઉસના ઉપયોગ દ્વારાવિદ્યાર્થીઓ સરળતાથી ટેસ્ટ આપતા થયા.
- શિક્ષકે કવિતાઓ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને સંભળાવી અને સાથે સમજાવી.
- એન્ડ્રોઈડ ફોનમાં ચાલે તેવી શિક્ષણને લગતી એપ ડાઉનલોડ કરી શિક્ષકે વિદ્યાર્થીઓને તેના દ્વારા ભણાવ્યા.
- શિક્ષણને લગતા વીડિઓ યુટ્યુબ પરથી મેળવી વિદ્યાર્થીઓને બતાવ્યા અને સમજાવ્યા.
- શિક્ષકે વોટ્સએપ પર ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી સમસ્યાનું ઘરેથી નિરાકરણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરી.
- ટેક્નોલોજીના ઉપયોગ દ્રારા સ્માર્ટ કલાસરૂમ ની વ્યવસ્થા કરી વિદ્યાર્થી ઓમાં શિક્ષણ પ્રત્યે રસ વધાર્યો.
- શિક્ષણમાં ઉપયોગી વિવિધ વેબસાઈટની સમજ વિદ્યાર્થી ઓને આપી.
- ઈન્ટરનેટ પરથી રસપ્રદ પઝલ,ડીક્ષનરી,શિક્ષણને લગતી ગેમ વગેરના ઉપયોગ દ્વારા વિદ્યાર્થી ઓને સમજાવ્યા.
- ઈન્ટરનેટ પરથી ઈતિહાસના ,વિજ્ઞાનના પ્રયોગના અને ણિતના વીડિયોદ્વારા વિદ્યાર્થી ઓને ભણાવ્યા.
- શાળાના એલ.સી.ડી. પર અથવા પ્રોજેકટર દ્વારા તમામ વિષયોના મુદ્દાઓનો વીડિયો મેળવી વિદ્યાર્થીઓને સમજાવ્યા.
- સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બનાવેલ વેબસાઈટ/બ્લોગ નીચે પ્રમાણે છે.જે આપને આપના શિક્ષણકાર્યમા ઉપયોગી થઇ શકે છે: • www.edusafar.com • www.bhavesh suthar.com • www.bhaveshpandya.org • dabhirajesh.blogspot.in • nvndsr.blogspot.in • manishsuthar2013.blogspot.com