Discussion Forum Teacher
11-10-2014 : સર્વાંગી શાળા વિકાસ યોજના અંગે મુખ્ય શિક્ષક/ શિક્ષકોની ભૂમિકા અને કર્યો જણાવો.
તારણ:
- શાળાના સર્વાંગી વિકાસ માટે ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા લોક ભાગીદારી તેમજ એસએમસી સભ્યો સાથે મળીને શાળાના આયોજનમાં સમય નું આયોજન, કામની વહેચણી, મીટીંગ, પરિવર્તન અને ઝીણવટભરી તપાસ કરવી અને તે આયોજન નું ચુસ્તપણે અમલ થાય તેવી ભૂમિકા અદા કરવી.
- શિક્ષકો એ સરકાર તરફ થી મળતા સૂચનોનું અને યોજનાઓનું પાલન શાળા કક્ષાએ થાય તેની દેખરેખ રાખવી.
- શીક્ષકોનું મુખ્ય કાર્ય બાળકોમાં નિયમિતતા ,શિસ્ત જાળવવું,હકારાત્મક વલણ કેળવવું,આત્મવિશ્વાસ વધારવો, વ્યવહારિક શિક્ષણ આપવું તેમજ તેમને પ્રોત્સાહિત કરવાનું છે.
- મુખ્ય શિક્ષકે શાળામાં યોગ્ય હાજરી આપવી, સંચાલન કરવું અને શાળાના વિકાસની દરેક બાબતમાં રસ દાખવવો.
- શાળામાં કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, આચાર્ય ઓફીસ, વર્ગખંડ નું બાંધકામ, પ્રયોગશાળા,રમતગમ્મતના સાધનો, વિવિધ રમતો ના મેદાનો તેમજ પ્રાથમિક સગવડતાઓ વધારી શકાય તેવા પ્રયત્નો કરવા.
- શાળા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતી વિવિધ એજન્સીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી), યુવકમંડળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ, આંગણવાડી બહેનો, તથા શિક્ષણમાં રસ લેતા મહાનુભાવોનો સહકાર લેવો અને ખાસ કરીને શાળા સાથે ભાવનાત્મક રીતે જોડવા.
- બાળકોના શિક્ષણ સાથે તેના સઘન આરોગ્ય ચકાસણી, મધ્યાહન ભોજન ( કુપોષણના ઉપાયો સહિત ), પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલયની સુવિધા, બાગબગીચાની સગવડ વગેરે બાબતો નો આગ્રહ રાખવો.
- કન્યાશિક્ષણને પ્રાધાન્ય આપવું અને નાનપણથી જ કક્ષા અનુસાર સ્વરક્ષણ માટે શારીરિક અને માનસિક તાલીમ આપવી.
- બાળક આદર્શ નાગરિક બને અને ભવિષ્યમાં રાષ્ટ્રનિર્માણમાં અગત્યનો ફાળો આપી શકે આ માટે શિક્ષકે તેના ઘડતર પર કાળજી રાખવી જોઈએ.