Discussion Forum Teacher
12-03-2015 : આપના મતે બિનઆંકડાકીય માહિતીની આપ-લે ક્યા માધ્યમ દ્વારા થવી જોઈએ?
તારણ:
- ઈ-મેલ, વ્હોટસ એપ, કોઈ એપ્લીકેશન બનાવીને, ફેસબુક, બ્લોગ, કોન્ફરન્સ,BISAG દ્વારા
- તાલુકા કક્ષાએ સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે એક વ્યક્તિની નિમણુક કરવી.
- ટપાલ દ્વારા રાજ્ય કક્ષાએ સીધો સંપર્ક થાય અને ત્યાંથીં તુરંત ઉત્તર મળે તેવી વ્યવસ્થા હોય.
- એક સોફ્ટવેર અથવા વેબસાઇટ હોય અને તેમાં દરેક શાળાનું એકાઉન્ટ હોય અને માહિતી શાળા દ્વારા અપલોડ કરવામાં આવે તે સીધી એક જગ્યાએ એકત્રિત થાય અને ત્યાંથી શાળાને જોઈતી માહિતી મળી રહે અને મુશ્કેલીઓ ના ઉકેલ પણ મળી રહે.
- બિન આંકડાકિય માહિતી મોકલવા તથા અન્ય સહાયતા માટે હેલ્પ સેંટરની વ્યવસ્થા હોવી જોઇએ.
- ટોલ ફ્રી નંબર દ્વારા ટેલી કોન્ફરંસના માધ્યમથી અને પ્રશ્નોતરી દ્વ્રારા માહિતીની આપ-લે કરવી જોઇએ.
- વેબસાઈટ બનાવવામાં આવે જ્યાં સરકાર બધી માહિતી ઉપલોડ કરે અને G. R પણ ત્યાં જ મુકવામાં આવે અને શાળા ઓ ત્યાંજ પોતાના મંતવ્યો રજુ કરી શકે.
- બુક અથવા મેગેઝીન માં પણ માહિતીની આપલે થઇ શકે અને માહિતીમાં સૂચનો નો પણ સમાવેશ થવો જોઈએ.