Discussion Forum Teacher
15-06-2015 : વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા ના નવતર પ્રયોગ ને બીજી શાળામાં અમલી બનાવી શકાય? આપની શાળામાં પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો તેની ટૂંકી વિગત જણાવો.
તારણ:
- મળેલ ઉત્તર પરથી જાણવા મળે છે કે બધાજ શિક્ષકોના મત મુજબ આ પ્રવૃત્તિ દરેક શાળામાં કરાવી શકાય છે.
બીજી શાળાઓ માં કરવામાં આવતી પ્રવૃત્તિઓ નીચે મુજબ છે: - પેપર વેસ્ટ માંથી ટી.એલ.એમ બનાવવામાં આવે છે.
- શાળામાં ૩ કચરા પેટી રાખી છે 1 માં પ્લાસ્ટિક અને લોખંડ ૨જી માં પેપરનો કચરો ૩ જીમાં વન્સ્પતીજન્ય કચરો ભરવામાં અવે છે. અને આ કચરાને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં ફરી ઉપયોગમાં લેવામાં આવે છે.
- પ્લાસ્ટીકની બોટલ કાપી તેમાં છોડ ઉગાડવામાં આવે છે.
- નકામા ટાયરમાંથી હિંચકા બનાવવામાં આવ્યા છે. ગ્લુકોઝની બોટલમાંથી ઝુમ્મર બનવવામાં આવ્યા છે.
- પેન્સિલના છોલનો ચિત્ર દોરવામાં તથા સુશોભન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.
- પ્લાસ્ટિક ઓગળી અને તેમાંથી બીબા બનાવી અને ટાઈલ્સ બનાવી છે
- પ્લાસ્ટિકની થેલીમાંથી તોરણ બનાવવામાં આવ્યું છે
- શાળામાં એક ખાડો બનાવવામાં આવ્યો છે જેમાં કચરાનો નિકાલ કરવામાં આવે છે અને સેન્દ્રીય ખાતર બનવવામાં આવે છે.
- અમુક પૂર્તિઓમાંથી મળતી માહિતીના કટિંગ સાચવી તેનું આખુ કલેક્શન તૈયાર કરીએ છીએ. જે બાળકોને જ ઉપયોગી નિવડે.
- ચોકના ટુકડામાથી રંગોલીનો પાવડર બનાવ્યો.
- પ્લાસ્ટિકમાંથી પગ લુછણીયા, થર્મોકોલમાંથી રોબોટ બનાવવામાં આવે છે.
- પ્લાસ્ટિકની બોટલ માંથી પેન સ્ટેન્ડ અને ફ્લાવર પોટ બનાવવામાં આવ્યું.
- દૂધ સંજીવની યોજના , ગામમાંથી બધી દૂધની થેલી એકઠી કરી તેને માર્કેટમાં વેચી જે પૈસા આવે તેનો બાળકોના વિકાસ પાછળ ઉપયોગ થાય છે.
- નકામી બોલપેનને ઓગાળી તેમાંથી બ્રશ બનાવવામાં આવે છે.
- લગ્નની કંકોત્રી માંથી ફોટો ફ્રેમ બનાવી અને તેની કોપી માંથી જુમર બનાવ્યા.
- નકામી પ્લાસ્ટીકની બોટલમાંથી થર્મોસની બોટલ બનાવી જેથી તેમાં પાણી ઠંડુ રહી શકે.
- આ ઉપરાંત શિક્ષકોનું સૂચન છે કે આવા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટેના વર્કશોપ શાળામાં થવા જોઈએ જેથી બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય.