Discussion Forum Teacher
31-12-2014 : દરેકવિદ્યાર્થીની પ્રગતિ માટે ચોક્કસ આયોજન, દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાતમુજબ શિક્ષણ આપવા અને વિદ્યાર્થીની પ્રગતિનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે આપશાળામાં કેવા પ્રકારનું આયોજન કરો છો?
તારણ:
- વિદ્યાર્થીની પ્રોફાઇલ બનાવવી જેમાં વિદ્યાર્થીના રસના વિષયો, તેની નિયમિતતા, તેનું સામાન્ય જ્ઞાન, શારીરિક સ્વાસ્થ્ય, વિદ્યાર્થીની વિશિષ્ટતાઓ, નબળાઈઓ,ગત વર્ષની હાજરી, ઈતર પ્રવૃતિમાં લીધેલ ભાગ , મળેલ પ્રોત્સાહન વગેરે. જેવી તમામ બાબતોનો સમાવેશ કરવો.
- વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણે જૂથ બનાવવા અને તેને મનપસંદ પ્રવૃત્તિઓ કરાવી તેનું અવલોકન કરીને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકાય
- પ્રગતિપત્રક, પ્રવૃત્તિ આધારિત પત્રક,રમત આધરિત પત્રક તથા અભ્યાસ આધારિત પત્રક તૈયાર કરીને શાળાના તમામ વિદ્યાર્થીની માહિતી અને તેનું મુલ્યાંકન સહેલાઈથી કરી શકાય.
- - શાળામાં સાપ્તાહિક તથા માસિક આયોજન તૈયાર કરવું અને તેન અનુસાર કાર્ય કરવા.
- આ ઉપરાંત, (૧) શાળામાં શાળા જૂથ ચર્ચા, (૨) પ્રોજેક્ટ વર્કશોપ યોજવા, શાળામાં બાળકોને શબ્દોની અને વાક્યોની અંતાક્ષરી, શબ્દ શોધ, સ્પેલિંગ, કમ્પ્યુટર, ચિત્રકામ, મહેંદી, સીવણકામ, બાગકામ, અભિનયગીતો, સફાઈ, સંગીત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, મૌખિક તથા લેખિત કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી કે પ્રશ્નોતરી વગેરે. પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીની પ્રગતિનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય.