Discussion Forum Teacher

Discussion Forum Teacher

20-01-2015 : પર્યાવરણના સંરક્ષણ, સુધારણા, તથા સંતુલિત વિકાસ કરવા માટે અને પર્યાવરણ તરફના દ્રષ્ટિકોણ બદલવા માટે વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રવૃતિઓ દ્વારા પ્રેરિત કરી શકાય?



તારણ:

  • પર્યાવરણની જાળવણી માટે બાળકોને તથા ગામના સભ્યોને પર્યાવરણલક્ષી માર્ગદર્શન પૂરું પાડવું.
  • સફાઈ અને તેનું મહત્વ સમજાવીને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીથી થતા પ્રદુષણને અટકાવી શકાય તેમજ બાયોગેસ જેવી પદ્ધતિઓ અપનાવીને પર્યાવરણની જાળવણી કરી શકીએ.
  • પ્લાસ્ટીક કચરાના નિકાલ તથા તેને પુન:ઉપયોગ થઈ શકે તેમાટેના પ્રયત્નો કરવા.
  • જૂન - જુલાઈ મહિનામાં વૃક્ષારોપણ માટે બાળકોને પ્રેરિત કરવા. પોતે રોપેલા ઝાડને ઉછેરીને તેનું જતન કરવાની જવાબદારી તેને સોંપવી ઝાડ થોડું મોટું થાય ત્યારે જે તે બાળકને તેનાં થડ સાથે પોતાનાં નામનું બોર્ડ લગાવવા પ્રેરિત કરવા જેનાથી બાળકોમાં પોતાપણાની ભાવના પેદા થાય અને પર્યાવરણ તરફ જાગૃત થાય આ ઉપરાંત શાળામાં ઔષધબાગ તથા કિચન ગાર્ડન જેવી પ્રવૃતિઓ કરી શકાય.
  • પર્યાવરણના સંરક્ષણ અને સુધારણા માટે ૧) પર્યાવરણીય અવલોકનો, વિવિધ સ્થળોની મુલાકાત, પ્રોજેક્ટ તૈયાર કરાવીને, ૨) કચરામાંથી ખાતર તૈયાર કરવાની પ્રવૃતિઓ બાળકોને શીખવાડીને, ૩) શાળાના દરેક વર્ગમાં તથા ગામની વિવિધ જગ્યાએ કચરાપેટીની વ્યવસ્થા કરાવીને, ૪) બાળકોને પર્યાવરણ પ્રદર્શન, વિવિધ રમતો, પ્રવાસ, કાગળનાં પુન: ઉત્પાદનની પ્રક્રિયા, ગ્લોબલ વોર્મિંગની અસરો, પર્યાવરણની જાળવણી, અભિનય ગીત, કવિતા ગાન, જૂથ ચર્ચા, નાટકો, રેલીઓ, ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધા, દીવાલો પર સ્વચ્છતા સબંધી સૂત્રોચ્ચાર કરીને, વગેરે. પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલવા માટે પ્રયત્ન કરી શકાય.