Discussion Forum Teacher

Discussion Forum Teacher

30-10-2014 : કઈ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સહકારના કૌશલ્યનો અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરી શકાય છે?



તારણ:

  • હોશિયાર અને નબળા બાળકોના જૂથ બનાવીને, જુથમાં એક નેતાની નિમણુક કરવી અને વિષય પ્રમાણે પ્રોજેક્ટ બનાવવા આપવા.
  • બાળકોને જુદી જુદી પ્રવૃત્તિ ઓ સોપીને જેમકે વર્ગખંડનું મોનિટરીંગ કરવું, પ્રાથના સભાનું આયોજન કરવું, વાર્ષિક દિવસના આયોજનની પ્રવૃત્તિઓ, તહેવારોની ઉજવણીનું આયોજન વગેરે.
  • ચુટણી દ્વારા બાળકોની જુદી જુદી સમિતિ બનાવવી અને દરેક સમિતિને પ્રવૃત્તિ અનુસાર કર્યો સોંપવા, સમિતિમાં નેતાની નિમણુક કરવી.
  • જૂથ ચર્ચા ગોઠવવાથી અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું.
  • પ્રોજેક્ટ વર્ક આપીને T.L.Mબનાવાવની પ્રવૃત્તિ સોંપીને.
  • જૂથ પાડીનેક્વીઝ સ્પર્ધા, અંગ્રેજીમાં સ્પેલિંગોની રમત, કોમ્પ્યુટરમાં પ્રેઝન્ટેશન બનાવવા આપવા વગેરે.
  • વાંચન,લેખન,ગણનમાં પણ સારા,મધ્યમ,નબળા બાળકોના જૂથ પાડી તેમની પ્રગતિ કરી શકાય.