Discussion Forum Teacher
25-06-2015 : ધોરણ ૮ થી ૯ માં વિધાર્થીનીઓ નો ડ્રોપ આઉટ રેશીયોસૌંથી વધુ છે.આ પ્રકારના નવતર પ્રયોગ દ્રારાડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાય છે.શું આપે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરેલ છે.તેની ટૂંકી વિગત આપો.
તારણ:
- એક શાળામાં શિક્ષકો વાલી અને કન્યાના સીધા સંપર્કમાં રહે છે અને માધ્યમિક શાળાના આચાર્યની મુલાકાત કરી તેઓ કન્યાનું નામાંકનકરાવે છે. પરિણામ એ મળે છે કે બોર્ડની પરીક્ષામાં કુમાર કરતા કન્યાનું રીઝલ્ટ ઊંચું જોવા મળે છે.
- એક શાળામાં ભણતી તમામ કન્યાઓના વાલીનું એક સમ્મેલન યોજવામાં આવે છે જેમાં તેમને કન્યા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવે છે અને ફોટા તેમજ વિડીયો પણ દેખાડવામાં આવે છેતથા કન્યાઓના ઉચ્ચ અભ્યાસ માટે રહેલસરકારીયોજના વિષે તેમને વાકેફ કરવામાં આવે છે અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા પણશિક્ષણનું મહત્વ સમજાવવામાં આવે છે.
- એકશિક્ષકેનજીકની માધ્યમિક શાળામાંવિદ્યાર્થીઓના વાલીઓનેલઇ તેમની મીટીંગ કરવી અને કન્યા શિક્ષણના મહત્વ વિષે જાણકારી આપી. પરિણામ એ આવ્યું કે તેઓ ધોરણ ૮ પછી તેમની દીકરીઓના અભ્યાસ માટે માધ્યમિક શાળામાંમોકલવા સહમત થયા.
- શાળાના સંકૃતિક કાર્યક્રમમાં કન્યા કેળવણી અને કન્યા શિક્ષણના વિષય પર નાટક રજુ કરેલ છે.
- શિક્ષકો ધોરણ ૮ ના વિદ્યાર્થીઓના વાલીને બોલાવી તેમના જ બાળકો દ્વારા તૈયાર કરેલ શૈક્ષણિક કૃતિઓ દેખાડવામાં આવે છે જેથી તેમને કન્યાઓમાં રહેલ કળાનોપરિચય થાય આ ઉપરાંત હોશિયાર વિદ્યાર્થીનીને શાળા તરફથી વધારાની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. શિક્ષક દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછી વિવિધ કોર્સ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીનીઓ સ્વનિર્ભર બની શકે.
- ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી અને કરી રહેલ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા અને ગામમાં જે કન્યાઓ ભણીને આગળ કારકિર્દી બનાવી હોય તેમને બોલાવી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
- એક શિક્ષક દ્વારા વિવિધ ગામની મુલાકાત કરવામાં આવે છે અને કન્યા શિક્ષણ અંગે તેઓ ફિલ્મ બનાવે છે. ત્યારબાદ તેઓ રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લે છે અને રેડિયો જોકીને પણ કન્યા શિક્ષણ અંગે વાત કરવા માટે કહે છે.
- કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકેખાસ પૂતળી ખેલ "ભણતરનો દાયજો ,દીકરીને આપજો સ્વખર્ચે તૈયાર કર્યો છે. આ પૂતળી ખેલ દર વર્ષે ઘણીબીજી શાળાઓમાં ભજવાય છે.GIET દ્વારા તેનું શુટિંગ કરીને અવાર-નવાર DD-1 તથા DD-11પર દર્શાવાય છે.
- શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થીની માટેસલામતી ભર્યું વાતાવરણ પૂરું પડાય છે અને તેઓને અનેક કળાપણ શીખવાડાયછે. પરિણામ રૂપે છેલા ૬ વર્ષથી શાળામાંકુમાર કરતા કન્યાની સંખ્યામાં વધારો છે અને કન્યાઓ દરેક પ્રવૃતિમાં ભાગ પણ લે છે.
- સ્કૂલના ડિસ્પ્લે બોર્ડ પર કન્યાઓએકોઇપણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી હોય તે વિશેના સમાચારના કટિંગ લગાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીનીઓ તેમાંથી પ્રેરણા લઇ ઉચ્ચ અભ્યાસ કરે અને સફળ કારકિર્દી બનાવે.